નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) 10 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. નવી નોટ પર ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. રિઝર્વ બેંકે નિવેદનમાં અખ્યું કે રિઝર્વ બેંક મહાત્મા ગાંધી (નવી) સિરીઝમાં 10 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. તેના પર ગર્વનર દાસની સહી હશે. આ નોટની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) સીરીઝની 10 રૂપિયાની બેંક નોટની માફક હશે. કેંદ્વીય બેંકે કહ્યું કે પૂર્વમાં ઇશ્યૂ 10 રૂપિયાની બધી નોટ ચલણમાં યથાવત રહેશે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત બીજા દિવસે મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, આ રહ્યો આજનો ભાવ


RBI આ નોટોને પણ ઇશ્યૂ કરશે
નવી RBI ગર્વનર શક્તિકાંત દાસના સહીવાળી મહાત્મા ગાંધી ન્યૂ સીરીઝમાં 200 અને 500 રૂપિયાની નવી નોટોને ઇશ્યૂ કરવાની ભારતીય રિઝર્વ બેંકે જાહેરાત કરી હતી. તો બીજી તરફ આરબીઆઇ દ્વારા 20 રૂપિયાની નવી નોટ ઇશ્યૂ કરવાની વાત કહી હતી. પરંતુ આરબીઆઇએ એ પણ કહ્યું કે 20 રૂપિયાની જૂની પણ ચાલુ રહેશે. 

આ ખાસ કેરીનું એક ફળ 500 રૂપિયામાં વેચાઇ છે, પહેલાંથી જ થઇ જાય છે બુકિંગ


કંઇક આવી હશે 20 રૂપિયાની નવી નોટ
RBI દ્વારા જાહેર કરવામાં આવેલી જાણકારી અનુસાર 20 રૂપિયાની નવી નોટનો રંગ લીલાશ સાથે પીળો હશે. આ નોટ લગભગ 29 મિમી લાંબી અને 63 મિમી પહોળી હશે. નોટની પાછળના ભાગ પર ઇલોરાની ગુફાઓનું ચિત્ર હશે આ દેશની સંસ્કૃતિને પ્રદર્શિત કરશે તે પાછળ ડાબી તરફ, સ્વચ્છ ભારતનો લોકો સ્લોગનની સાથે અને ભાષાની પટ્ટી હશે. 

હવે પેટ્રોલનું ટેંશન ખતમ, આપશે 60KMની માઇલેજ અને બીજું ઘણુબધુ


નોટ પર હશે આ ફીચર
નવી નોટના આગળના ભાગ પર મહાત્મા ગાંધીનું ચિત્ર બનેલું છે તો આગળની સાઇટ પર નોટનું મૂલ્ય હિંદી અને અંગ્રેજી અંકમાં લખેલું હશે. ભારતીય રિઝર્વ બેંક, ભારત, India અને 20 માઇક્રો લેટર્સના રૂપમાં હશે. નોટના આગામી ભાગમાં ગેરેન્ટી ક્લોજ, ગર્વનરના હસ્તાક્ષર, નોટની જમણી તરફ અશોક સ્તંભ હશે. આરબીઆઇનું પ્રતીક ચિહ્ન જમણી તરફ હશે. નોટનો નંબર જમણી તરફથી વધતા આકારમાં હશે.