નવી દિલ્હીઃ શેર બજારમાં પૈસા લગાવનાર ઈન્વેસ્ટરોને આ દિવસોમાં ડિવિડેન્ડ સાથે જોડાયેલા સતત સારા સમાચાર મળી રહ્યાં છે. સ્ટોક માર્કેટમાં લિસ્ટ કંપનીઓ પોતાના શેરહોલ્ડરોને ડિવિડેન્ડની ભેટ આપી રહી છે. આ દિવસોમાં દરરોજ કોઈને કોઈ કંપનીના શેર એક્સ-ડિવિડેન્ડ તરીકે ટ્રેડ કરી રહ્યાં છે. આજે અમે તમને એક એવી કંપની વિશે જણાવી રહ્યાં છીએ જે પોતાના શેરહોલ્ડરોને 5-10 રૂપિયા નહીં પરંતુ 50 રૂપિયાનું ડિવિડેન્ડ આપવા જઈ રહી છે. જી, હાં સાઉથર્ન ગેસ (Southern Gas)પોતાના શેરહોલ્ડરોને પ્રત્યેક શેર પર 50 રૂપિયાનું ડિવિડેન્ડ આપવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22.68 રૂપિયાવાળા દર શેર પર મળશે 50 રૂપિયાનું ડિવિડેન્ડ
કંનીનો શેર માત્ર 22.68 રૂપિયાનો છે અને કંપની પોતાના 22.68 રૂપિયાવાળા દરેક શેર પર 50 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે. મહત્વનું છે કે કંપનીએ 2 સપ્ટેમ્બરે એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે Southern Gasના બોર્ડ ઓફ ડાયરેક્ટરે નાણાકીય વર્ષ 2023-2024 માટે શેરહોલ્ડરોને 100 રૂપિયાની ફેસવેલ્યૂવાળા દરેક શેર પર 50 ટકાના ફાઇનલ ડિવિડેન્ડની ભલામણ કરી છે.


આ પણ વાંચોઃ સોનું ઠેકડા મારતું મારતું ક્યાં પહોંચી ગયું? જાણો અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ


17 સપ્ટેમ્બરે ફિક્સ કરવામાં આવી રેકોર્ડ ડેટ
Southern Gas એ એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીએ ડિવિડેન્ડની ચુકવણી માટે મંગળવાર, 17 સપ્ટેમ્બરને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે મંગળવાર, 17 સપ્ટેમ્બરે કંપનીના શેર એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ કરશે. મહત્વનું છે કે આ પહેલા પણ કંપની ઈન્વેસ્ટરોને ડિવિડેન્ડ આપી ચુકી છે. કંપનીએ સપ્ટેમ્બર 2023માં 50 રૂપિયા, સપ્ટેમ્બર 2022માં 50 રૂપિયા, સપ્ટેમ્બર 2021માં 50 રૂપિયા અને સપ્ટેમ્બર 2020માં 40 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. 


શુક્રવારે કંપનીના શેરમાં લાગી અપર સર્કિટ
શુક્રવારે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેર બજાર સામાન્ય ઘટાડા સાથે બંધ થયું હતું. પરંતુ કંપનીના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. સાઉથર્ન ગેસના શેર 1.08 રૂપિયાના વધારા સાથે 22.68 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના શેરનો 52 Week High 71.60 રૂપિયા છે.