નવી દિલ્હી: Sovereign Gold Bond Scheme 7: વધતી જતી મોંઘવારીની વચ્ચે ફરી એકવાર સસ્તું સોનું ખરીદવાની લોકોને તક મળી રહી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના 2021-22-સાતમી શ્રેણી (Sovereign Gold Bond Scheme 2021-22 – Series 7)નું વેચાણ 25 ઓક્ટોબરથી શરૂ થયું છે. આ માટેનું સબસ્ક્રિપ્શન 29 ઓક્ટોબર સુધી ચાલશે. સોવરિન ગોલ્ડ બોન્ડ સરકાર વતી RBI દ્વારા જાહેર કરવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે તમે તેને કેવી રીતે અને ક્યાંથી ખરીદી શકો છો અને વધારાની ઓફર મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શું છે ભાવ?
નાણા મંત્રાલયે જણાવ્યું છે કે 2021-22 સીરિઝની આ સાતમું ચરણ છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની આ હપ્તાની ઈશ્યૂ કિંમત 4,765 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. સરકારે RBI સાથે ચર્ચા વિચારણા કરીને એવા રોકાણકારોને ઈશ્યુ પ્રાઈસમાંથી 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે જેઓ ઓનલાઈન અરજી કરે છે અને ચૂકવણી ડિજિટલ રીતે કરે છે. આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 4,715 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. એટલે કે 10 ગ્રામ પર તમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.


મળે છે જબરદસ્ત લાભ
અત્રે નોંધનીય છે કે આ યોજનામાં રોકાણકારોને વાર્ષિક 2.5 ટકાના દરે વ્યાજનો લાભ મળે છે. આ યોજનામાં કેપિટલ ગેઇન ટેક્સ મુક્તિ પણ ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ સોનું ખરીદવા માટે કોઈ GST અને મેકિંગ ચાર્જ લાગતો નથી. જો તમે ઈચ્છો તો આ યોજના હેઠળ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. આ સિવાય ટ્રસ્ટ અથવા સંસ્થા 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે.


ક્યાંથી ખરીદી શકશો સોવરિન ગોલ્ડ બોન્ડ?
મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોવરિન ગોલ્ડ બોન્ડ સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસ, માન્ય સ્ટોક એક્સચેન્જો (Stock Exchanges), નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (BSE)માંથી ખરીદી શકો છો.

કેટલા વર્ષ પછી મેચ્યોરિટી
Sovereign Gold Bondની પાકતી મુદત 8 વર્ષની છે. પરંતુ પાંચ વર્ષ પછી તમે આગામી વ્યાજ ચુકવણીની તારીખે આ યોજનામાંથી બહાર નીકળી શકો છો. સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારે ઓછામાં ઓછું એક ગ્રામ સોનાનું રોકાણ કરવું જરૂરી છે. જો જરૂરી હોય તો રોકાણકાર સોવરિન ગોલ્ડ બોન્ડ પર લોન પણ લઈ શકો છે, પરંતુ ગોલ્ડ બોન્ડ ગીરવે રાખવાનું રહેશે.


કોણ ખરીદી શકે છે સોવરિન ગોલ્ડ બોન્ડ?
કોઈપણ વ્યક્તિગત અને હિન્દુ અવિભાજિત પરિવાર વધુમાં વધુ 4 કિલો સુધીની કિંમતનું ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. ટ્રસ્ટ અને અન્ય સમાન સંસ્થાઓ માટે આ મર્યાદા 20 કિલો સોનાની સમકક્ષ કિંમત સુધી રાખવામાં આવી છે. Sovereign Gold Bond સંયુક્ત ગ્રાહક તરીકે પણ ખરીદી શકાય છે. તેને સગીરના નામે પણ ખરીદી શકાય છે. સગીરના કિસ્સામાં, તેના માતાપિતા અથવા વાલીએ Sovereign Gold Bond માટે અરજી કરવી પડશે.