500 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તમને મળી તક!, જલદી કરો...ફક્ત 5 દિવસ છે તમારી પાસે
સોનું ખરીદવાનું વિચારતા હોવ તો તમારા માટે આજે શાનદાર તક છે. કારણ કે સરકાર નાણાકીય વર્ષ 2021-22 માટે સોવરેન ગોલ્ડ બોન્ડનું પહેલું વેચાણ આજેથી શરૂ કરી રહી છે. જે આગામી પાંચ દિવસ સુધી ચાલશે. આ બોન્ડ ભારત સરકાર તરફથી RBI બહાર પાડે છે.
Sovereign Gold Bond Scheme 2021-22: સોનું ખરીદવાનું વિચારતા હોવ તો તમારા માટે આજે શાનદાર તક છે. કારણ કે સરકાર નાણાકીય વર્ષ 2021-22 માટે સોવરેન ગોલ્ડ બોન્ડનું પહેલું વેચાણ આજેથી શરૂ કરી રહી છે. જે આગામી પાંચ દિવસ સુધી ચાલશે. આ બોન્ડ ભારત સરકાર તરફથી RBI બહાર પાડે છે.
આજથી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ ખુલી
કેન્દ્ર સરકાર મે 2021થી સપ્ટેમ્બર 2021 વચ્ચે Sovereign Gold Bond Scheme 2021-22 હેઠળ ગોલ્ડ બોન્ડ્સને 6 હપ્તામાં બહાર પાડશે. તેનો પહેલો ટ્રાંચ સબ્સક્રિપ્શન માટે આજથી ખુલ્યો છે. આજથી ખુલી રહેલા ગોલ્ડ બોન્ડ માટે ઈશ્યૂ પ્રાઈઝ 4777 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે. એટલે કે 10 ગ્રામ માટે તમારે 47,770 રૂપિયા ખર્ચ કરવા પડશે. ઓનલાઈન એપ્લિકેશન અને પેમેન્ટ કરશો તો 50 રૂપિયા પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
ક્યારે ક્યારે થશે SGB નું વેચાણ
1. સોવરેન ગોલ્ડ બોન્ડ મેથી લઈને સપ્ટેમ્બર વચ્ચે 6 ભાગમાં બહાર પાડવામાં આવશે. તેનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષનો છે.
2. 17મી મે થી 21 મે વચ્ચે પહેલી સિરીઝ માટે ખરીદી કરી શકાશે. આ માટે બોન્ડ 25 મેના રોજ બહાર પાડવામાં આવશે.
3. 24 મેથી 28 મે સુધી બીજી સિરીઝ માટે સબ્સ્ક્રિપ્શન ખુલશે. જેના માટે 1 જૂનના રોજ ગોલ્ડ બોન્ડ ઈશ્યૂ કરાશે.
4. 31 મેથી 4 જૂન સુધી ત્રીજી સિરીઝ આવશે. આ માટે ગોલ્ડ બોન્ડ 8 જૂનના રોજ બહાર પાડવામાં આવશે.
5. 12 જુલાઈથી 16 જુલાઈ સુધી ચોથી સિરીઝનું સબ્સ્ક્રિપ્શન ખુલશે અને આ માટે બોન્ડ બહાર પાડવાની તારીખ 20 જુલાઈ છે.
6. 9 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી પાંચમી સિરીઝ ખુલશે. જેના માટે બોન્ડ 17 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવશે.
7. 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બરની છઠ્ઠી સિરીઝ રહેશે જેના માટે 7 સપ્ટેમ્બરે ગોલ્ડ બોન્ડ ઈશ્યૂ કરાશે.
ક્યાંથી ખરીદી શકશો?
જો તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગતા હોવ તો તમે તેની ખરીદી માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ જેમ કે NSE, BSE થી કરી શકો છો. સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL), પોસ્ટઓફિસથી પણ ખરીદી કરી શકો છો. પરંતુ યાદ રાખજો કે સ્મોલ ફાઈનાન્સ બેન્કો અને પેમેન્ટ બેન્કો દ્વારા તેનું વેચાણ કરાશે નહીં.
કેટલું કરી શકો છો રોકાણ
સોવરેન ગોલ્ડ બોન્ડનો સમયગાળો આઠ વર્ષનો રહેશે. તેને પાંચ વર્ષ બાદ આગામી વ્યાજ ચૂકવણી તારીખ પર બોન્ડથી રોકાણ કાઢવાનો પણ વિકલ્પ હશે. જેમાં તમે એક ગ્રામ સોનાની ખરીદીથી શરૂઆત કરી શકો છો. કોઈ પણ વ્યક્તિ અને હિન્દુ અવિભાજિત પરિવાર (HUF) વધુમાં વધુ 4 કિલોગ્રામના મૂલ્ય સુધીનું બોન્ડ ખરીદી શકે છે. જ્યારે ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે ખરીદીની વધુમાં વધુ મર્યાદા 20 કિગ્રા છે. બોન્ડ ખરીદવા માટે KYC હોવું જરૂરી છે.
કેટલું મળે છે વ્યાજ
સોવરેન ગોલ્ડ બોન્ડ પર વાર્ષિક 2.5 ટકાના દરે વ્યાજ મળશે એટલે કે 47,700 રૂપિયાના રોકાણ પર દર વર્ષે 1192.50 રૂપિયા અને 8 વર્ષમાં બધુ મળીને 9,540 રૂપિયા વ્યાજ તરીકે મળશે. જો કે આ ઈન્કમ ટેક્સેબલ રહેશે.
8 વર્ષ બાદ આટલી મળશે રકમ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરાયેલા 47,700 રૂપિયા 8 વર્ષમાં વ્યાજ સાથે 85,860 રૂપિયા થઈ જશે. જેમાં વ્યાજના 9540 રૂપિયા પર ટેક્સ આપવો પડશે. બાકીની મેચ્યોરિટી રકમ ટેક્સફ્રી હોય છે. 8 વર્ષની મેચ્યોરિટીના સમયે રોકાણની વેલ્યૂ 76,320 રૂપિયા થઈ જશે. જેના પર ટેક્સ વસૂલાશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube