દિવાળી પહેલા સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે સરકાર, જાણો શું છે સ્કીમ અને તેના ફાયદા
Sovereign Gold Bond Scheme: સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ ગ્રાહક એકવાર ફરી સસ્તામાં સોનું ખરીદી શકશે. સરકાર દ્વારા જારી સોવરેન ગોલ્ડ બોલ્ડ (Sovereign Gold Bond)નું સબ્સક્રિપ્શન 12થી 16 ઓક્ટોબર સુધી લઈ શકાય છે.
નવી દિલ્હીઃ સરકાર એકવાર ફરી તમારા માટે સસ્તું સોનું ખરીદવા (Buy Gold with Modi Govt scheme)ની તક આપી રહી છે. સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ (Sovereign Gold Bond Scheme) હેઠળ સાતમી સિરીઝ જારી કરવા જઈ રહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડનું સબ્સક્રિપ્શન 12 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર વચ્ચે લઈ શકાય છે. તો સેટલમેન્ટ ડેટ 20 ઓક્ટોબર છે. રિઝર્વ બેન્કની સહમતિ બાદ જે રોકાણકાર ઓનલાઇન રોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદશે તેને 50 રૂપિયાની છૂટ મળશે. તે માટે ઓનલાઇન પેમેન્ટ કરવું પડશે.
આટલી હશે કિંમત
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ એક નિવેદનમાં કહ્યું કે, ગોલ્ડ બોન્ડનું મૂલ્ય 5051 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યું છે. ઓનલાઇન ખરીદનાર માટે કિંમત 5001 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. આ પહેલા બોન્ડ સિરીઝ-6ની ઈશ્યૂ પ્રાઇઝ 5117 રૂપિયા પ્રતિ ગ્રામ હતી અને તે સબ્સક્રિપ્શન 31 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ખુલ્યું હતું. સરકાર તરફથી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સોવરેન ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવે છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ, સોનામાં રોકાણ કરવાની સ્કીમ છે જેને ભારત સરકાર તરફથી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સોનાની ફિઝિકલ માગને ઘટાડવાનો છે જેથી ભારતના સોનાની આયાતને ઓછી કરી શકાય. આ સ્કીમ 2015થી શરૂ થઈ હતી.
વાંદરાની આ તસવીર માટે ફેમસ ઉદ્યોગપતિએ રાખ્યું ઈનામ, જીતનારને મળશે કાર
કોણ કરી શકે છે રોકાણ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં તે વ્યક્તિ રોકાણ કરી શકે છે જે ભારતમાં રહેતો હોય, તે પોતાના માટે, કોઈ બીજી વ્યક્તિ સાથે સંયુક્ત રૂપથી બોન્ડ ધારક થઈ શકે છે કે પછી સગીર તરફથી પણ આ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. ધ્યાનમાં રહે કે ભારતમાં નિવાસ કરનાર વ્યક્તિને વિદેશી મુદ્રા મેનેજમેન્ટ, અધિનિયમ 1999ની કલમ 2(યૂ)ની સાથે વિભાગ કલમ 2(વી) હેઠળ પરિભાષિત કરવામાં આવ્યો છે. તેમાં બોન્ડ ધારકના રૂપમાં વિશ્વવિદ્યાલય, ધર્મ સંસ્થાઓ કે કોઈ ટ્રસ્ટ પણ હોઈ શકે છે.
રોકાણ કરવાના છે ઘણા ફાયદા
સોવરેન ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કર્જ લેવા માટે કોલેટરલના રૂપમાં કરી શકાય છે. આ બોન્ડ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવે છે તેથી રોકાણકાર આ જોખમથી બચી શકે છે કે બોન્ડ ઈશ્યૂ કરનારી કંપની નાદાર કે ભાગી ન જાય. આ બોન્ડને એક્સચેન્જોમાં ટ્રેડ કરી શકાય છે, જેથી રોકાણકાર સમયથી પહેલા ઈચ્છે તો એક્ઝિટ કરી શકે છે. તેમાં સોનાની કિંમતોમાં વધારા સિવાય રોકાણકારને 2.5 ટકાના દરે વધારાનું વ્યાજ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube