એક એવી નોકરી જે જોઈતી હોય તો જવું પડશે બોસ સાથે ડેટ પર! પગાર છે 67 લાખ રૂ.
કંપની કર્મચારીને રેસ્ટોરાં અને બારનું એલાઉન્સ પણ આપે છે
નવી દિલ્હી : સામાન્ય રીતે નોકરી મેળવવા માટે વ્યક્તિ ભારે મહેનત કરીને ઇ્ન્ટરવ્યૂ આપવા જતીા હોય છે. જોકે હાલમાં એક કંપનીએ બહુ અનોખી સ્ટાઇલથી જોબ ઇન્ટરવ્યૂ લેવાનું પ્લાનિંગ કર્યું છે જે જાણીને તમને ભારે નવાઈ લાગશે. અમેરિકાની ડેટિંગ એપ હિંજમાં નવી ઓપનિંગ છે જેનું પગારધોરણ 67 લાખ રૂ. છે. આ કંપની કર્મચારીને રેસ્ટોરાં અને બાર એલાઉન્સ પણ આપે છે. અહીં નોકરી મેળવવા માટે કર્મચારીએ બોસ સાથે ડેટિંગ પર જવું પડશે અને બોસને વિશ્વાસ કરાવવો પડશે કે એ કંપની માટે બિઝનેસ લાવી શકશે. આ ડેટિંગ કંપનીએ ઇન્ટરવ્યૂ માટે બોસ સાથે ડેટિંગ પર જવાની શરત મૂકી છે.
આકાશ-શ્લોકાની સગાઈની તારીખ થઈ જાહેર, વાઇરલ થયું ઇ-ઇન્વિટેશન કાર્ડ
asiaoneના સમાચાર પ્રમાણે કંપનીએ એ્ન્ટિ રિટેન્શન સ્પેશિયાલિસ્ટનું પદ ઉભું કર્યું છે જે બિલકુલ રિલેશનશીપ એક્સપર્ટ જેવું જ છે. આ પદ પર કામ કરતી વ્યક્તિએ વ્યક્તિની સમસ્યા ઉકેલવાનું, ડેટ ફિક્સ કરવાનું, ડેટ માટે પર્ફેક્ટ લોકેશન શોધવાનું તેમજ કમ્યુનિકેશન કરવાનું કામ કરવાનું હોય છે. કંપનીએ માહિતી પ્રમાણે જે ઉમેદવાર ડેટમાં સફળ રહેશે તેને 67 લાખ રૂ. સુધીનો પગાર તેમજ રેસ્ટોરાં અને બાર એલાઉન્સ પણ આપવા્માં આવશે.
કંપનીનો દાવો છે કે આ રીતની શરત પાછળનું મુખ્ય કારણ લોકોને એપમાંથી બહાર કાઢીને વ્યક્તિ ધોરણે મળવા માટે પ્રોત્સાહન આુપવાનું છે. આ એપની સ્પર્ધા ટિન્ડર, બંબલ અને ફેસબુક સાથે છે. ડેટિંગના મામલે આ એપ બહુ ઝડપી વિકાસ સાધી રહ્યા છે અને એટલે કંપનીએ આ નવી પોસ્ટ ઉભી કરી છે. ડિરેક્ટરે આપેલી માહિતી પ્રમાણે આ પોસ્ટ માટે અરજી કરનાર વ્યક્તિ સોશિયોલોજીમાં પીએચડી હોય એ જરૂરી છે. આ સાથે તેણે લવ, રિલેશનશીપ અને સેક્સ જેવા વિષયોમાં રિસર્ચ પણ કરેલું હોવું જોઈએ.