નવી દિલ્હી : ભારતીય રેલવે (Indian Railway) પોતાની ટ્રેનોની ઝડપ વધારવાના સતત પ્રયાસ કરી રહી છે. હાલમાં દેશમાં અનેક જગ્યાએ ટ્રેકને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ દિશામાં રેલવેની રાયબરેલી સ્થિત મોર્ડન કોચ ફેક્ટરી ટ્રેનોની સ્પિડ વધારવા માટે ખાસ પ્રકારના ડબ્બા બનાવવાની તૈયારી કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી પ્રમાણે રાયબરેલી ખાતે રેલવેની મોર્ડન કોચ ફેક્ટરીમાં એલ્યુમિનિયમના ડબ્બા બનાવવાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ ફેક્ટરીમાં આઠ અલગઅલગ પ્રકારના ડબ્બા બનાવવામાં આવશે. આમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી અને સ્લિપર સહિતના અનેક ડબ્બાઓ બનશે. આ એલ્યુમિનિયમ બોડીવાળા ડબ્બા બનાવવા માટે કોરિયાની એક કંપની સાથે જોડાણ પણ કરવામાં આવ્યું છે. ફેક્ટરીમાં ડબ્બાના સેમ્પલ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો બધું બરાબર પાર પડશે તો 18 મહિનામાં આ ડબ્બાનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવશે. 


હાલમાં ટ્રેનના મોટાભાગના ડબ્બા સ્ટેનલેસ સ્ટીલથી બનેલા છે. આનું વજન એલ્યુમિનિયમના ડબ્બાની સરખામણીમાં વધારે હોય છે જેના કારણે ટ્રેનની સ્પિડ પર અસર પડે છે. આ સિવાય એલ્યુમિનિયમના ડબ્બામાંથી બનેલી ટ્રેનમાં બ્રેક લગાવવાનું તેમજ તાત્કાલિક સ્પિડ પકડવાનું સહેલું હશે. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...