SpiceJet Share:  એરલાઈન કંપની સ્પાઇસજેટના શેરમાં આજે મંગળવારે કડાકો થયો છે. કંપનીના શેર આજે 10 ટકા સુધી તૂટી ગયા અને 54.60 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા છે. શેરમાં ઘટાડા પાછળ રાજીનામાના સમાચાર છે. હકીકતમાં એરલાઇન કંપનીમાં બે કોમર્શિયલ ઓફિસરોના રાજીનામાના સમાચાર સામે આવ્યા બાદ સ્પાઇસજેટના શેરમાં ઘટાડો થયો છે. નોંધનીય છે કે કંપનીની કોમર્શિયલ ટીમના બે સભ્યોના રાજીનામાના સમાચાર છે. તેમાં ચીફ કોમર્શિયલ ઓફિસર પણ સામેલ છે. એરલાઇન કંપનીએ પણ ચીફ કોમર્શિયલ ઓફિસરોના સમાચારની પુષ્ટિ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ શું કહ્યું
સ્પાઇસજેટે મંગળવારે કહ્યું કે એરલાઈનમાં વ્યૂહાત્મક પુનર્ગઠનના ભાગરૂપે તેની કોમર્શિયલ ટીમના કેટલાક સભ્યોએ તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. સૂત્રોએ સોમવારે જણાવ્યું કે એરલાઇનના મુખ્ય પરિચાલન અધિકારી અરૂણ કશ્યપ અને મુખ્ય વાણિજિયક અધિકારી શિલ્પા ભાટિયાએ રાજીનામું આપી દીધું છે. એરલાઇનના પ્રવક્તાએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું- સ્પાઇસજેટના વ્યૂહાત્મક પુનર્ગઠન હેઠળ મુખ્ય વાણિજ્યિક અધિકારી સહિત વાણિજ્યિક દળના ઘણા સભ્યોએ તત્કાલ પ્રભાવથી રાજીનામા આપી દીધા છે. પ્રવક્તાએ કહ્યું કે તાજેતરમાં ભંડોળ મેળવવાની સાથે કંપનીએ પાછલા દરેક વિવાદોના સમાધાનની પ્રક્રિયામાં તેજી લાવી છે અને રેવેન્યૂ તથા યાત્રીકોની સંખ્યામાં મહત્વપૂર્ણ વધારો થઈ રહ્યો છે. 


આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓ આ પગારમાં મળી જશે વધેલું DA,નાણા મંત્રાલયનો થઈ ગયો ઓર્ડર


શું છે વિગત
બે વરિષ્ઠ અધિકારીઓના રાજીનામાના સમાચાર બાદ મંગળવારના સત્રમાં સ્પાઇસજેટના શેરની કિંમત લગભગ 10 ટકા ઘટી છે. સ્પાઇસજેટના શેર આજે બીએસઈ પર 60.57 રૂપિયા પર ઓપન થયો હતો. સ્ટોક ઈન્ટ્રાડેમાં 54.60ના નીચલા સ્તર અને 60.58ના ઉપલા સ્તરે પહોંચ્યો હતો. નોંધનીય છે કે 2017માં આ શેરની કિંમત 140 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. એટલે કે વર્તમાનમાં શેર 62 ટકા તૂટી ગયો છે. 


(નોટઃ આ રોકાણની સલાહ નથી. અહીં માત્ર શેરના પરફોર્મંસ વિશે જાણકારી આપવામાં આવી છે. શેરમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો.