નવી દિલ્હી: ઘરેલૂ વિમાન કંપની સ્પાઇસજેટ (SpiceJet) યાત્રિયો માટે એક શાનદાર ઓફર લઇને આવ્યું છે. કંપનીએ કેટલાક સેક્ટરોમાં 899 રૂપિયામાં ટિકિટ ઓફર (Ticket Offer) કરી છે. સાથે જ કંપની યાત્રીઓના ટિકિટ ખરીદવા પર એક ટિકિટ મફત (Free Ticket) આપી રહી છે. આ ઓફર માત્ર 5 દિવસ માટે ખુલ્લી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Microsoft એ કરી TikTok ને ખરીદવા માટે વાતચીત કરવાની સત્તાવાર જાહેરાત, 15 સપ્ટેમ્બર સુધી થશે સોદો


899 રૂપિયામાં બમણી મજા
સ્પાઇસજેટ (SpiceJet)ના અનુસાર કેટલાક સેક્ટર્સમાં 899 રૂપિયામાં ફ્લાઇટ ટિકિટ ખરીદી શકે છે. યાત્રી આ યોજના અંતર્ગત 3-7 ઓગ્સટ સુધી બુકિંગ (Booking) કરાવી શકે છે. આ યોજના અંતર્ગત આગામી વર્ષ 31 માર્ચ સુધી યાત્રા (Travel) કરી શકાય છે. કંપનીએ વધારેથી વધારે યાત્રિઓને લલચાવાના પ્રયત્નમાં આ ઓફર અંતર્ગત એક મફત ટિકિટ વાઉચર અલગથી આપવાની જાહેરાત કરી છે. જો કે, કંપની ફક્ત ટિકિટની મૂળ કિંમત જ આપશે, જેની મહત્તમ મર્યાદા 2000 રૂપિયા રાખવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube