હવાઈ યાત્રિકો માટે ખુશખબરી, સ્પાઇસજેટ શરૂ કરશે 10 નવી ફ્લાઇટ
બજેટ એરલાઇન્સ સ્પાઇસજેટે પ્રાદેશિક સંપર્ક યોજના ઉડાન હેઠળ 31 માર્ચથી 15 એપ્રિલ સુધી 10 નવી ઉડાનોની શરૂઆત કરવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ બજેટ એરલાઇન્સ સ્પાઇસજેટે પ્રાદેશિક સંપર્ક યોજના ઉડાન હેઠળ 31 માર્ચથી 15 એપ્રિલ વચ્ચે 10 નવી ઉડાનોની શરૂઆતની જાહેરાત કરી છે. એરલાઇન તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે 8 ફ્લાઇટનું સંચાલન ગ્વાલિયરથી દેશના વિભિન્ન શહેરો વચ્ચે કરવામાં આવશે. તો બેનું પરિચાલન ભોપાલ-ઉદયપુર માર્ગ પર કરવામાં આવશે.
વિસ્તારા પણ શરૂ કરશે નવી ફ્લાઇટ
આ સિવાય એરલાઇન્સ 31 માર્ચથી ભોપાલથી ચેન્નઈ વચ્ચે નવી ઉડાન સેવાની શરૂઆત કરશે. ભોપાલ-ચેન્નઈ-ભોપાલ માર્ગ કેન્દ્રની ઉડાન યોજના અંતર્ગત આવશે નહીં. એરલાયન્સે જણાવ્યું કે, તમામ ઉડાનોની શરૂઆત 4 માર્ચથી કરવામાં આવશે. આ પહેલા વિસ્તારા એરલાઇન્સે જાહેરાત કરી હતી કે, આ વર્ષે 3 એપ્રિલથી આસામના ડિબ્રૂગઢથી પશ્ચિમ બંગાળના બાગડોગરાના માધ્યમથી દિલ્હી સુધી જનારી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.
વિસ્તારાએ તે પણ જણાવ્યું કે, આ ફ્લાઇટ માટે ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે. બાગડોગરાથી ડિબ્રૂગઢ અને ડિબ્રૂગઢથી બાગડોગરાની ફ્લાઇટની ટિકિટ 2399 રૂપિયામાં મળી રહી છે. તેણે જણાવ્યું કે, દિલ્હીથી ડિબ્રૂગઢ અને ડિબ્રૂગઢથી દિલ્હી જનારી ફ્લાઇટની ટિકિટ 4999 રૂપિયામાં મળી રહી છે. એરલાઇન્સે કહ્યું કે, ડિબ્રૂગઢથી બાગડોગરા જનારી ફ્લાઇટ દરરોજ બપોરે 12.25 પર રવાના થાશે અને 1.10 કલાક બાદ 1.35 પર પહોંચશે. તો ફ્લાઇટ બાગડોગરાથી બપોરે 2 કલાક અને 10 મિનિટ પર રવાના થશે અને દિલ્હીમાં બપોરે 4 કલાકે પહોંચશે.