પોસ્ટ ઓફિસની આ બે સ્કીમમાં રોકાણ કરીને મહિલાઓ બની શકે છે અમીર, મળશે લાખોનું વળતર!
Post Office Scheme: પોસ્ટ ઓફિસની ઘણી એવી યોજનાઓ છે જે ખાસ કરીને મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ચાલો તેમની વિગતો વિશે જાણીએ.
SSY vs MSSC: પોસ્ટ ઓફિસ દેશના દરેક વર્ગ માટે તેની જરૂરીયાત પ્રમાણે યોજના લાવતી રહે છે. દેશના લોકોને આત્મનિર્ભર બનાવવા માટે પોસ્ટ ઓફિસ ઘણા પ્રકારની યોજના લોન્ચ કરે છે. બજેટ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓની જરૂરીયાત પ્રમાણે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમને લોન્ચ કરી હતી. જેમ નામથી ખ્યાલ આવે છે કે આ યોજનાઓને ખાસ કરીને મહિલાઓની જરૂરીયાત પ્રમાણે બનાવવામાં આવી છે. આ યોજનામાં બે વર્ષ રોકાણ કરી તમે સારૂ રિટર્ન પ્રાપ્ત કરી શકો છો. આ સિવાય 10 વર્ષ સુધીની દિકરી માટે તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી સારૂ વળતર મેળવી શકો છો. બંને યોજનાઓને મહિલાઓની જરૂરીયાત પ્રમાણે બનાવવામાં આવી છે.
મહિલા સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ
આ સ્કીમમાં દરેક ઉંમર વર્ગની મહિલા રોકાણ કરી શકે છે અને તેમાં રોકાણની મર્યાદા 2 લાખ સુધીની છે. તમે આ સ્કીમમાં 2 વર્ષ માટે પૈસાનું રોકાણ કરી 7.50 ટકાના વ્યાજદરનો લાભ લઈ શકો છો. આ સ્કીમ હેઠળ જમા રકમ પર આવકવેરાની કલમ 80સી હેઠળ 1.50 લાખ રૂપિયા સુધીની ટેક્સમાં છૂટ મળે છે. જો તમે આ સ્કીમમાં 2 લાખ રૂપિયાનું રોકાણ કરો તો મેચ્યોરિટી પર તમને 232044 લાખ રૂપિયા મળશે.
આ પણ વાંચોઃ 6-12 મહિનામાં આ Small Cap Stock કરાવશે જોરદાર કમાણી, જાણો નવો ટાર્ગેટ
સુકન્યા સમૃદ્ધિ યોજના
કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2014માં સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી હતી. આ સ્કીમને ખાસ કરીને મહિલાઓની જરૂરીયાતને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ તમે 10 વર્ષની બાળકીનું ખાતુ ખોલાવી 250 રૂપિયાથી લઈને 1.50 લાખ રૂપિયા દર વર્ષે રોકાણ કરી સારૂ રિટર્ન મેળવી શકો છો. પુત્રીના નામ પર ચલાવવામાં આવી રહેલી આ સ્કીમ હેઠળ બાળકી 18 વર્ષની થયા બાદ જમા રકમના 50 ટકા સુધી ઉપાડી શકાય છે. તો 21 વર્ષ પૂરા થાય ત્યારબાદ તમામ રકમ ઉપાડી શકાય છે. આ સ્કીમમાં રોકાણ કરી તમે બાળકીના ભણવાના અને લગ્નના ખર્ચમાંથી મુક્તિ મેળવી શકો છો. આ સ્કીમમાં વર્તમાનમાં 8 ટકા વ્યાજદરનો લાભ મળી રહ્યો છે.
MSSC vs SSY
મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ અને સુકન્યા સમૃદ્ધિ યોજના બંને સ્કીમોને મહિલાઓને ધ્યાનમાં રાખી લોન્ચ કરવામાં આવી છે. પરંતુ ધ્યાન આપવા જેવી વાત છે કે MSSC એક નાના સમયગાળાની બચત યોજના છે. તો SSY એક લાંબા ગાળાની યોજના છે. સુકન્યા ખાતામાં રોકાણ કરવાથી તમને બાળકીના અભ્યાસ અને લગ્નના ખર્ચની ચિંતા રહેશે નહીં. તો નાના સમયમાં સારૂ રિટર્ન મેળવવા માટે તમે MSSC ખાતામાં રોકાણ કરી શકો છો.