standard capital share: સ્ટાન્ડર્ડ કેપિટલ માર્કેટ્સ લિમિટેડે બોનસ શેર સિવાયના સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે. આ જાહેરાત બાદ શુક્રવારે કંપનીના શેર રૂ.66.37 પર બંધ થયા હતા. શેરમાં આગલા દિવસની સરખામણીએ 2 ટકાનો વધારો નોંધાયો હતો. એક વર્ષ અગાઉના રૂ. 9.59ના 52 સપ્તાહના તળિયેથી શેર લગભગ 600 ટકા વધ્યો છે, પરંતુ આ વર્ષે મેમાં રૂ. 96ની 52 સપ્તાહની ઊંચી સપાટીથી 31 ટકા નીચે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે રેકોર્ડ ડેટ
સ્ટાન્ડર્ડ કેપિટલ માર્કેટ્સે એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે કંપનીએ બોનસ શેર અને શેરધારકો માટે વિભાજન માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે. આ રેકોર્ડ ડેટ 29 ડિસેમ્બર, 2023, શુક્રવાર માટે નક્કી કરવામાં આવી છે. કંપની સોમવારે, 18 ડિસેમ્બર, 2023 ના રોજ મંજૂરી માટે તેની અસાધારણ સામાન્ય સભા (EMG) યોજશે.


આ પણ વાંચોઃ કમાણીની તક આવી, આગામી સપ્તાહે થશે 2500 કરોડનો ખેલ, ખુલી રહ્યાં છે 6 કંપનીના આઈપીઓ


શું છે સ્પ્લિટની ડિટેલ
પાછલા નવેમ્બર મહિનામાં સ્ટાન્ડર્ડ કેપિટલ માર્કેટ્સના કંપની બોર્ડે 1:10 ગુણોત્તરમાં ઇક્વિટી શેરના ઉપ-વિભાજન એટલે કે સ્પ્લિટને મંજૂરી આપી છે. તેનો મતલબ છે કે 10 રૂપિયા ફેસ વેલ્યૂવાળા કંપની પ્રત્યેક શેરને 10 ટુકડામાં વિભાજીત કરશે. સ્ટોક વિભાજન બાદ કંપની બોર્ડે 2:1 ગુણોત્તરમાં બોનસ ઈશ્યૂને પણ મંજૂરી આપી છે. તેનો મતલબ છે કે એક પાત્ર ઈન્વેસ્ટર જેની પાસે કંપનીનો એક શેર છે, જેની ફેસ વેલ્યૂ એક રૂપિયો છે. તેને રેકોર્ડ ડેટ પર એક રૂપિયા ફેસ વેલ્યૂવાળા બે બોનસ શેર આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સ્ટાન્ડર્ડ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, 1987 માં રચાયેલી કંપની, નોન-બેંકિંગ નાણાકીય પ્રવૃત્તિઓના વ્યવસાયમાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube