આજકાલના આ અર્થયુગમાં પૈસાનું જ બજાર છે. પૈસા કમાવવાની અનેક રીતો છે. કેટલાક લોકો નોકરી કરીને કમાય છે તો કેટલાક લોકો બિઝનેસ કરીને કમાણી કરે છે. જો તમે બિઝનેસમાં હાથ અજમાવવા માંગતા હોવ તો અમે તમને કેટલાક એવા બિઝનેસ આઈડિયા આપીશું કે જ્યાં તમે બંપર કમાણી કરી શકો છો. તમે મોબાઈલ ફૂડ વાન, જ્યૂસની દૂકાન, કુકિંગ ક્લાસ, જેવા બિઝનેસ શરૂ કરી શકો છો. તેને તમે ગામ કે શહેરમાં....ગમે ત્યાં શરૂ કરી શકો છો. આ એવા બિઝનેસ છે જેની દરેક જગ્યાએ ડિમાન્ડ રહેતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો આજકાલનાયુવા સૌથી વધુ ઘરના ખાવાનાની જગ્યાએ બહારનું ખાવાનું પસંદ કરે છે. આવામાં મોબાઈલ ફૂડ વેન જેવા બિઝનેસથી  તો તરત જ કમાણી શરૂ થતી હોય છે. ફૂડના બિઝનેસને તમે તમારા બજેટ મુજબ ખોલી શકો છો. આ નાના સ્તરથી લઈને મોટા સ્તર પર શરૂ કરી શકાય છે. 


મોબાઈલ ફૂડ વાન
આજના સમયમાં આ બિઝનેસથી બંપર કમાણી કરી શકો છો. મોબાઈલ ફૂડ વાનમાં તમારે વધુ કઈ કરવાનું નથી હોતું. તેમાં તમે તમારા ઘરમાં તૈયાર થયેલું ફૂડ કોઈ પણ ભીડભાડવાળા વિસ્તારમાં લઈ જઈને વેચી શકો છો. તને તમે ક્યાંય પણ સરળતાથી લઈ જઈ શકો છો. આ એક સ્ટોલની જેમ કામ કરે છે. આ બિઝનેસ શરૂ કરવા માટે 25,000-30,000 રૂપિયાની જરૂર પડશે. ત્યારબાદ કમાણી વધે તો આગળ વધારી શકો છો. 


જ્યૂસની દુકાન
આ દિવસોમાં જ્યૂસની ખુબ ડિમાન્ડ રહે છે. ગરમીની સીઝનમાં તો આમ પણ લોકો પોતાને હાઈડ્રેટ રાખવા માટે જ્યૂસનું સેવન કરે છે. આવામાં તમે બજારમાં એક નાનકડી જ્યૂસની દુકાન ખોલીને રોજ મોટી કમાણી કરી શકો છો. અત્રે જણાવવાનું કે જ્યૂસમાં ફળોથી લઈને શેરડીના જ્યૂસને પણ સામેલ કરી શકો છો. આ બિઝનેસને શરૂ કરવા માટે વધુ પૈસાની જરૂર પડતી નથી. આ ઉપરાંત તમે પેકેજ ફ્રૂટના જ્યૂસને પણ તમારી દુકાનમાં રાખી શકો છો. 


ડાન્સ ક્લાસ
જો તમે એક સારા ડાન્સર કે કોરિયોગ્રાફર હોવ તો તમે એક ડાન્સ સેન્ટર શરૂ કરી શકો છો. જો  તમારી પાસે પૈસાની  થોડી સમસ્યા હોય તો તમે ઓનલાઈન પણ લોકોને ડાન્સ કરવાનું શીખવાડી શકો છો. આજના સમયમાં લોકો ડાન્સમાં પણ રસ દાખવે છે. ઘણા લોકો તેને શીખવા માંગે છે. અનેક લોકો છે જે ડાન્સમાં જ પોતાની કરિયર બનાવવા માંગે છે. 


કુકિંગ ક્લાસ
જો તમે તમારા ઘરમાં સારું ભોજન બનાવી જાણતા હોવ અને સાથે શીખવાડવાનો પણ શોખ હોય તો કુકિંગ ક્લાસનું કોચિંગ શરૂ કરી શકો છો. તેનાથી તમારો શોખ પણ પૂરો થશે અને કમાણી પણ થશે. આ માટે તમારે વધુ પૈસા ખર્ચવા નહીં પડે. ઓનલાઈન ક્લાસ પણ શરૂ કરી શકો છો. જેને આજના દોરમાં સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. તેનાથી સમય અને પૈસા બંનેની બચત થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube