Business Idea: ફક્ત 5000 રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, લાખોમાં થશે કમાણી
આ બિઝનેસ શરૂ કરીને તમે સારી એવી કમાણી કરી શકશો. હાલ આ બિઝનેસ ખુબ ડિમાન્ડમાં છે.
નવી દિલ્હી: જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. અમે તમને એક શાનદાર બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ. આ બિઝનેસ શરૂ કરીને તમે સારી એવી કમાણી કરી શકશો. હાલ આ બિઝનેસ ખુબ ડિમાન્ડમાં છે. તેને તમે થોડા પૈસા લગાવીને પણ શરૂ કરી શકો છો. જાણો વિગતવાર માહિતી...
અહીં અમે બોન્સાઈ પ્લાન્ટ (Bonsai Plant) ના બિઝનેસની વાત કરી રહ્યા છીએ. હાલ ઔષધીય છોડવાની ડિમાન્ડ ખુબ વધી ગઈ છે. અનેક લોકો આ બિઝનેસથી ઘણા પૈસા કમાઈ રહ્યા છે. તમે પણ બોન્સાઈ પ્લાન્ટ (Bonsai plant) ઉગાડવા અને વેચવાનું કામ શરૂ કરી શકો છો.
સરકાર આ રીતે કરશે મદદ
બોન્સાઈ પ્લાન્ટનો ઉપયોગ સજાવટ ઉપરાંત જ્યોતિષ(astrology) અને વાસ્તુકળા માટે પણ થઈ શકે છે. આ બિઝનેસને શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર પણ આર્થિક મદદ ઉપલબ્ધ કરાવે છે. તમે આ બિઝનેસ 20,000 રૂપિયામાં પણ શરૂ કરી શકો છો. હાલ શરૂઆતમાં તમે તેને તમારી જરૂરિયાત પ્રમાણે નાના કે મોટા લેવલ પર શરૂ કરી શકો છો. ત્યારબાદ પ્રોફિટ અને સેલ વધવા પર બિઝનેસને વધારી શકો છો.
ઘરે જ શરૂ કરી શકો છો
તમે આ બિઝનેસ બે રીતે શરૂ કરી શકો છો. પહેલી રીતમાં તમે ખુબ જ ઓછા પૈસામાં તમારા ઘરમાં જ આ બિઝનેસ શરૂ કરી શકો છો. પરંતુ તેમાં થોડો સમય લાગશે. કારણ કે બોન્સાઈ પ્લાન્ટને તૈયાર કરવામાં ઓછામાં ઓછા બેથી પાંચ વર્ષનો સમય લાગે છે. આ ઉપરાંત તમે નર્સરીથી તૈયાર પ્લાન્ટ લાવીને તેને 30થી 50 ટકા વધુ કિંમતે પણ વેચી શકો છો.
2500 રૂપિયા સુધી વેચાશે પ્લાન્ટ
અનેક લોકો આ પ્લાન્ટને લકી માને છે. આથી તેને ઘર અને ઓફિસમાં સજાવટ માટે રાખવામાં આવે છે. એટલે આ પ્લાન્ટની માગણી પણ ખુબ વધી ગઈ છે. બજારમાં તેનો છોડ 200 રૂપિયાથી લઈને લગભગ 2500 રૂપિયા સુધીમાં વેચી શકો છો. આ ઉપરાંત બોન્સાઈ પ્લાન્ટના શોખીન લોકો તેની મો માંગી કિંમત પણ આપવા તૈયાર રહે છે.
કારોબાર માટે જરૂરી સામાન
આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે સ્વચ્છ પાણી, રેતી કે માટી, કૂંડા અને કાંચના પોટ, જમીન કે છત, 100થી 150 વર્ગ ફૂટ, સ્વચ્છ કાંકરા કે કાંચની ગોળીઓ, પાતળા તાર, છોડવા પર પાણી છાંટવા માટે સ્પ્રે બોટલ, શેડ બનાવવા માટે જાળીની જરૂર પડશે. આ બિઝનેસને નાના લેવલ પર શરૂ કરવા માટે લગભગ 5000 રૂપિયાની જરૂર પડશે. જો તેને મોટા લેવલ પર સ્ટાર્ટ કરવા માંગતા હોવ તો 20,000 રૂપિયા સુધીનો ખર્ચો કરવો પડશે.
મળશે સરકારી મદદ
ત્રણ વર્ષમાં સરેરાશ 240 રૂપિયા પ્રતિ પ્લાન્ટનો ખર્ચ આવશે. જેમાંથી 120 રૂપિયા પ્રતિ પ્લાન્ટ સરકારી મદદ મળશે. નોર્થ ઈસ્ટને છોડીને અન્ય ક્ષેત્રોમાં તેની ખેતી માટે 50 ટકા સરકાર અને 50 ટકા ખેડૂતોએ પૈસા લગાવવાના હોય છે. 50 ટકા સરકારી શેરમાં 60 ટકા કેન્દ્ર અને 40 ટકા રાજ્યની ભાગીદારી રહેશે. જ્યારે નોર્થ ઈસ્ટમાં 60 ટકા સરકાર અને 40 ટકા ખેડૂતોએ પેસા લગાવવાના હોય છે. 60 ટકા સરકારી પૈસામાં 90 ટકા કેન્દ્ર અને 10 ટકા રાજ્ય સરકારનો શેર રહેશે. જિલ્લામાં તેના નોડલ અધિકારી તમને પૂરી જાણકારી ઉપલબ્ધ કરાવશે.
3.5 લાખ રૂપિયા સુધી થશે કમાણી
જરૂરત અને પ્રજાતિ પ્રમાણે તમે એક હેક્ટરમાં 1500 થી 2500 છોડ લગાવી શકો છો. જો તમે 3×2.5 મીટર પર છોડ લગાવો તો એક હેક્ટરમાં લગભગ 1500 પ્લાન્ટ લાગશે. આ સાથે જ તમે બે છોડ વચ્ચે વધેલી જગ્યામાં બીજો પાક ઉગાડી શકો છો. 4 વર્ષ બાદ 3થી 3.5 લાખ રૂપિયાની કમાણી થવા લાગશે. અત્રે જણાવવાનું કે તેમાં દર વર્ષે રિપ્લાન્ટેશન કરવાની જરૂર પડશે નહીં. કારણ કે વાંસના છોડ લગભગ 40 વર્ષ સુધી ચાલે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube