અમદાવાદ: એચડીએફસી બેંકની ગુજરાત ડીજીટલ ઈનોવેશન સમીટના ચાર વિજેતાઓમાં અમદાવાદના સ્ટાર્ટ-અપનો સમાવેશ થયો છે. આ સમીટનુ આયોજન બેંકના હવે પછીના વૃધ્ધિના તબક્કાને શક્તિ પૂરી પાડવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું હતું . આ વિજેતાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અને મશિન લર્નિંગના ક્ષેત્રના છે. ટેકનિકલ, બિઝનેસ સલામતિ અને અમલીકરણના માપદંડ તપાસ્યા પછી આ સ્ટાર્ટ-અપ્સને તેમનુ ઈનોવેશન બેંકમાં લાગુ કરવાની તક મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્ટર ફોર ઈનોવેશન, ઈન્ક્યુબેશન અને આંત્રપ્રિનિયોર (CIIE), આઈઆઈએમ, અમદાવાદ ખાતે યોજાયેલી સમીટમાં મળેલી 151 અરજીઓમાંથી શોર્ટલીસ્ટ કરાયેલા 24 સ્ટાર્ટ-અપ્સ દ્વારા એચડીએફસી બેંકના ટોપ મેનેજમેન્ટ અને CIIE ના પ્રતિનિધિઓ તથા 91સ્પ્રીંગબોર્ડની બનેલી જ્યુરી સમક્ષ આઈડિયાઝની રજૂઆત કરવામાં આવી હતી.


એકંદરે 150 થી વધુ આંત્રપ્રિનિયોર્સે સમીટમાં ભાગ લેવા માટે અરજી કરી હતી. તેમના ઈનોવેશન આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ), મશીન લર્નીંગ (એમએલ), એનાલિટીક્સ અને રોબોટિક પ્રોસેસ ઓટોમેશન વગેરે ક્ષેત્રના હતા. શોર્ટલીસ્ટ કરાયેલા આ આઈડિયાઝનું જ્યુરી દ્વારા નીચે દર્શાવેલા માપદંડોને આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતુઃ


અનોખાપણું 
બિઝનેસની ક્ષમતા
ઉપયોગિતા અને વ્યાપ વધારવાની ક્ષમતા
એચડીએફસી બેંકના બિઝનેસ અને ટેકનોલોજી પ્લેટફોર્મ્સ માટે કોમ્પેટીબિલીટી


એચડીએફસી બેંકના હેડ- ડીજીટલ બેંકીંગ, શ્રી નીતિન ચુઘ જણાવ્યું હતું કે "અમે ગુજરાત ડીજીટલ ઈનોવેશન સમીટના વિજેતાઓની જાહેરાત કરતાં આનંદ અનુભવીએ છીએ. ગુજરાતના ઉદ્યોગસાહસિકો આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નીંગ અને નવા યુગના અન્ય ટેકનોલોજીને અર્થપૂર્ણ રીતે અપનાવી રહ્યા છે તે ખૂબ જ પ્રોત્સાહક બાબત છે. ગુજરાતમાં ડીજીટલ ઈનોવેશન સમીટનો ઉદ્દેશ અદ્યતન વર્લ્ડ ટેકનોલોજી સોલ્યુશન્સ મેળવવાનો અને તેમની સાથે ભાગીદારી કરવાનો છે."


સમીટમાં બેંકની પાર્ટનર ભારતની ટોચની બિઝનેસ સ્કૂલ આઈઆઈએમ અમદાવાદ ખાતેની સેન્ટર ફોર ઈનોવેશન, ઈન્ક્યુબેશન અને આંત્રપ્રિનિયોર્શીપ (CIIE) બેંકને સક્ષમ ફીનટેક આઈડિયાઝ અને તેના ઈનક્યુબેશન અને આંત્રપ્રિનિયોર્શીપને પ્રારંભ કાળમાં મદદ કરશે. પાયાના સ્તરે કામ કરીને સમીટમાં બેંકનું પાર્ટનર 91સ્પ્રીંગ બોર્ડે તેમના સમુદાયનો આશાસ્પદ અને પરિવર્તનકારી સોલ્યુશન્સને પ્રારંભિક તબક્કામાં ઓળખવામાં સહાય કરી છે. બેંકે પણ સ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથે હાથ મિલાવીને તેમના ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ ફીનટેક ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચવા માટે કર્યો છે સક્ષમ ઉપયોગિતા અને અમલ માટે ઈનોવેટીવ આઈડિયાઝ હાંસલ કર્યા છે.