નવી દિલ્હીઃ Business Idea: સંતુલિત આહાર પશુઓ માટે ખુબ જરૂરી છે. સંતુલિત આહાર પશુઓમાં દૂધ ઉત્પાદનની ક્ષમતાઓ વધારવાની સાથે પશુઓને સ્વસ્થ પણ રાખે છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના વેહેથન ગામના મનોજ ગોરેએ એગ્રીકલ્ચરમાં ડિપ્લોમા કરી ખેતી-કિસાનીમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. તેણે જોયુ કે પૌષ્ટિક આહાર દૂધ ઉત્પાદનની સાથે-સાથે એક પશુના વિકાસ માટે ખુબ જરૂરી છે. તેણે પશુઓ માટે પૌષ્ટિક ચારો બનાવવાનું કામ શરૂ કર્યું અને તે હવે મોટી કમાણી કરી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ રીતે મળ્યો આઈડિયા?
મનોજે જોયુ કે અહીં કિસાન પરંપરાગત રીતે ગાય-ભેંસોને ચારો આપી રહ્યાં છે. પશુઓના ચારામાં કોઈ સપ્લીમેન્ટ્રી ફૂડ આપવામાં આવતું નથી. તેથી દૂધનું ઉત્પાદન દિવસેને દિવસે ઘટી રહ્યું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેમણે દૂધાળા પશુઓ માટે ઘાસચારો બનાવવાનું કામ શરૂ કર્યું.


આ પણ વાંચોઃ અદાણીની સૌથી મોટી કંપનીને ફક્ત 105 મિનિટમાં 45 હજાર કરોડનો ફાયદો


15 લાખ રૂપિયાના રોકાણથી શરૂ કર્યું કામ
મનોજે મહારાષ્ટ્રમાં શ્રીરામ રૂરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, (SGSVVP) વડાલાથી ઉદ્યમશીલતાની ટ્રેનિંગ લીધી. ટ્રેનિંગ પૂરી કર્યા બાદ તેણે પરિવાર પાસેથી 15 લાખ રૂપિયા લઈને 500 કિલોગ્રામ પ્રતિ કલાકની ક્ષમતાવાળું પશુ ચારા પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું હતું. 


મનોજે કહ્યું- તેણે લીલા અને સુકા ઘાસચારાની ખરીદી માટે 150 કિસાનોની સાથે સહયોગ કર્યો. તેણે નવ રિટેલ દુકાનદારોની સાથે પોતાના વેચાણ માટેનું નેટવર્ક બાવ્યું. બજારના સ્થળે જથ્થાબંધ વેપારીઓને ફીડની બલ્ક ડિલિવરી પણ પૂરી પાડવામાં આવે છે. તેઓ ખનિજ મિશ્રણ અને કેટલ કેક જેવા ઉત્પાદનો બનાવે છે. 10 ગામોના 950 થી વધુ ખેડૂતો તેમના એકમ ગણપતિ કેટલ ફીડ સાથે સંકળાયેલા છે. તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 50 લાખ રૂપિયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube