નવી દિલ્હી: દેશની સૌથી મોટી સાર્વજનિક બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)તેના ગ્રાહકોને કોઇ પણ પ્રકારના ફ્રોડથી બચાવા માટે સતત જાગૃતા લાવી રહી છે. બેંક દ્વારા સતત મેસેજ મોકલીને જાણકારી આપવમાં આવી રહી છે, કે કોઇ પણ વ્યક્તિને તમારો એટીએમ પીન અને સીવીવી સહિતની કોઇ પણ પ્રકારની જાણકારી શેર કરવી નહિ. ખરેખર ગુપ્ત જાણકારીઓના આધારે કોઇ પણ વ્યક્તિ તમારા ખાતામાંથી રૂપિયાની ઉઠાતરી કરી શકે છે. ત્યારે ફરીએકવાર એસબીઆઇ બેંક તેના કરોડો ગ્રાહકો માટે એક ખાસ ફિચર લઇને આવ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૈસાની સુરક્ષા માટે છે આ સ્પેશિયલ ફિચર્સ 
તહેવારોની સીઝનમાં બેંક ગ્રાહકોના ખાતા અને તેમની રૂપિયાની સુરક્ષાને લઇને એક સ્પેશિયલ ફિચર્સ લાવ્યું છે. જેમાં તમે તમારા એટીએમ કાર્ડનો ઉપયોગ સમયે સ્વિચ ઓન અને જ્યારે ઉપયોગ ન હોય ત્યારે સ્વિચ ઓફ કરી શકો છો, જેનાથી તમારા કાર્ડનો કોઇ પણ પ્રકારનો મીસ યુઝ નહિ થાય અને તમારા એકાઉન્ટ એકદમ સુરક્ષીત રહેશે. હાલના સમયમાં વધી રહેલા સાઇબર ક્રાઇમને અનુલક્ષીને આ ગ્રાહકો માટે ઉપયોગી ફિચર્સ સાબીત થશે. આ ફિચર્સ્સનો ઉપયોગ કરીને તમે પણ ફોર્ડથી દૂર રહી શકો છો. 


વધુ વાંચો...વૈશ્વિક ક્ષેત્રે  ભારતનો ડંકો: વર્લ્ડ બેંકના અધ્યક્ષ જિમ યોંગ કિમે ફોન કરી PMને શુભકામના પાઠવી


આવી રીતે કરો સ્વિચ ઓફ 
એસબીઆઇની ઓફિશિયલ વેબાસઇટ પર આપેલી જાણકારી અનુસાર આ સર્વિસનું નામ ‘એસબીઆઇ ક્લિક’ રાખવામાં આવ્યું છે. જેના માટે તમારે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી ‘એસબીઆઇ ક્લિક’નામની એપને ડાઉનલોડ કરવી પડશે. આ વેબસાઇટ એન્ડ્રોઇડ, આઇઓએસ, અને વિન્ડોઝ એમ ત્રણે પ્લેટફોર્મ પર ચાલશે. વધુ જાણકારી માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો.



 આ છે સ્ટેર 
-એપને ડાઉનલોડ કર્યા બાદ સૌથી પહેલા રજિસ્ટ્રેશન પર ક્લિક કરો અને આપેલી તમામ જાણકારીઓ ભરો.
-ત્યારબાદ એટીએમ કાર્ડ ક્લિક કરીને એટીએમ કાર્ડ સ્વિચઓન/સ્વિચઓફ પર ક્લિક કરો.
-હવે અહિં કાર્ડ પર આપેલા છેલ્લા ચાર નંબર લખો અને ચેનલ્સ પર ક્લિક કરો.
- ત્યાર બાદ મોબાઇલની સ્ક્રીન પર કમને એક મેસેજ જોવા મળશે. તેના પર ક્લિક કરો. 
-આવુ કરવાથી તમરૂ એટીએમ કાર્ડ ઓફ થઇ જશે અને કોઇ પણ એટીએમ કાર્ડ દ્વારા અથવા તો કોઇ પણ પ્રકારનું ટ્રાન્જેક્શન કરી શકશે નહિ.