નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના ગ્રાહકો માટે એક ધમાકેદાર ઓફર લાવ્યું છે. તહેવારની આ સિઝનમાં જો તમે કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા હો તો તમારા માટે સારા સમાચાર છે. એસબીઆઇની ધમાકેદાર ઓફરનો તમે ફાયદો ઉઠાવી શકો છો. SBI ની આ ધમાકેદાર ઓફરમાં કાર બુક કરાવવા પર તમે 5 લાખ રૂપિયા સુધી કેશબેક જીતવાની તક મેળવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર ખરીદવા પર મળશે આ ઓફર
એસબીઆઇએ પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર જાહેર કરી છે. આ ઓફરમાં જો કોઇ ગ્રાહક એસબીઆઇની યોનો એપ (YONO App) મારફતે ફોર્ડની ઇકોસ્પોર્ટ બુક કરાવે છે તો એને 50 ટકા કેશબેક જીતવાનો મોકો મળી શકે છે. 5 લાખ રૂપિયા સુધી કેશબેક જીતી શકો છો. ફોર્ડ કંપનીની ઇકોસ્પોર્ટ કારની કિંમત 7.81 લાખથી શરૂ થાય છે જ્યારે ટોપ મોડલ 11.35 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) છે. એસબીઆઇની આ ઓફર 30 નવેમ્બર સુધી લાગુ પડશે. 


કેવી રીતે કરાવશો બુકિંગ
ગ્રાહકોને ધમાકેદાર આ ઓફરનો લાભ લેવા માટે પોતાના સ્માર્ટફોનમાં SBI Yono એપ ડાઉનલોડ કરવાની રહેશે. એપ પર જાતે રજીસ્ટર્ડ કર્યા બાદ આ ઓફરનો લાભ લઇ શકાશે. જો એસબીઆઇ બેંકિંગનો ઉપયોગ કરો છો તો યૂઝર નેમ, પાસવર્ડ અને રેફરલ કોડ દ્વારા લોગિન કરી શકશો. ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરો છો એના દ્વારા પર બુકિંગ કરી શકાશે. 


જુઓ લાઇવ ટીવી, LIVE TV