State Bank of India : ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટને અનચેન્જ રાખ્યો છે. પરંતુ અનેક બેંકોએ લોન પર વ્યાજ વધારવાનું શરૂ કરી દીધુ છે. ભારતીય સ્ટેટ બેંકે હોમ લોનના વ્યાજમાં એકવાર ફરીથી વધારો કર્યો છે. જેનો અર્થ છે કે હવે તમારે તમારી લોન પર વધુ ઈએમઆઈ ચૂકવવો પડશે. SBI એ આરબીઆઈની મોનિટરી નીતિની બેઠક બાદ વ્યાજમાં વધારાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસબીઆઈએ 15 જૂનથી તમામ ટેન્યોર માટે પોતાના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સ (MCLR) માં 10 બેસિસ પોઈન્ટ કે 0.1%નો વધારો કર્યો છે. એસબીઆઈના આ પગલાંથી MCLR સંલગ્ન તમામ લોનના ઈએમઆઈ વધી જશે. તેનો અર્થ એ થયો કે હવે તમારે દર મહિને લોન પર પહેલા કરતા વધુ ઈએમઆઈ ચૂકવવો પડશે. 


કયા ટેન્યોર પર કેટલો થયો MCLR
એસબીઆઈના વધારા સાથે એક વર્ષનો MCLR 8.65 ટકાથી વધીને 8.75 ટકા થઈ ગયો છે. ઓવરનાઈટ MCLR 8 ટકાથી વધીને 8.10 ટકા થયો છે. તથા એક મહિનાનો અને ત્રણ મહિનાનો એમ બંને MCLR 8.20 ટકાથી વધીને 8.30 ટકા થઈ ગયો છે. છ મહિનાનો MCLR હવે 8.55 ટકાથી વધીને 8.65 ટકા થયો છે. આ ઉપરાંત બે વર્ષનો MCLR 8.75 ટકાથી વધીને 8.85 ટકા થયો છે. તથા ત્રણ વર્ષનો MCLR હવે 8.85 ટકાથી વધીને 8.95 ટકા થયો છે. 


રેપો રેટ સંલગ્ન લોન પર કોઈ અસર નહીં
અત્રે જણાવવાનો કે હોમ લોન અને ઓટો લોન સહિત મોટાભાગની રિટેલ લોન એક વર્ષના MCLR દર સાથે જોડાયેલી છે. MCLR માં વધારથી આરબીઆઈ રેપો રેટ કે ટ્રેઝરી બિલ યીલ્ડ જેવા બહારી બેન્ચમાર્ક સંલગ્ન જોડાયેલા કરજ લેનારા ગ્રાહકો પર તેની કોઈ અસર પડતી નથી. ઓક્ટોબર 2019થી એસબીઆઈ સહિત બેંકોએ નવા લોનને આ બહારી બેન્ચમાર્ક સાથે જોડવું જરૂરી બની ગયું છે. 


SBI એ બોન્ડના માધ્યમથી 100 મિલિયન ડોલર ભેગા કર્યા
એસબીઆઈએ શુક્રવારે એ પણ જાહેરાત કરી કે તેણે બોન્ડના માધ્યમથી 100 મિલિયન ડોલર ભેગા કર્યા છે. ત્રણ વર્ષની પરિપકવતા અને સુરક્ષિત ઓવરનાઈટ ફાઈનાન્સિંગ દર (એસઓએફઆર) +95 બેસિસ બોઈન્ટ પ્રતિ વર્ષના કૂપન સાથે ફ્લોટિંગ રેટ નોટ્સ 20 જૂન 2024ના રોજ એસબીઆઈની લંડન શાખાના માધ્યમથી ઈશ્યુ કરવામાં આવશે.