નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરનામું પ્રકાશિત કર્યું છે. રસ ધરાવતા ઉમેદવારો કરી શકશે અરજી. SBI ગુજરાતમાં 354 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. અને સાથે જ દેશના અનેક રાજ્યોમાં ભરતી કરવામાં આવી છે. ઓમિક્રોન ના ખતરા વચ્ચે ઉમેદવારો માટે આ એક સારા સમાચાર કહી શકાય.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે કરી શકાશે અરજી-
અરજી પત્રક ઓનલાઈન સચોટ રીતે ભરવાનું રહેશે. એક વાર અરજી કર્યા પછી સુધારો કરવામાં આવશે નહીં. ઉમેદવારને https://sbi.co.in/ પરથી અરજી કરવાની રહેશે. તારીખ 9-12-2021થી 29-12-2021 સુધી કરી શકાશે અરજી.

લાયકાત-
આ તમામ પદ માટે ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત હોવી જોઈએ.

વય મર્યાદા-
આ તમામ પદ માટે ઉમેદવાર ની વય 21 વર્ષ થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પરીક્ષા ફી-
જનરલ કેટેગરી, OBC અને EWS ના ઉમેદવારો ને 750 રૂપિયા ભરવાના રહેશે. જ્યારે SC/ST કેટેગરીના ઉમેદવારને કોઈ પણ ફી ભરવાની રહેશે નહીં.


 
 નોંધ- આ તમામ પદ માટે ઉમેદવારને વધુ માહિતી તે https://sbi.co.in પરથી મળી જશે.