નવી દિલ્હી : દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એ પોતાના ગ્રાહકો માટે ફરી એકવાર મોટી રાહત આપી છે. એસબીઆઇએ 10 નવેમ્બરથી એમસીએલઆર (MCLR) વ્યાજ દરમાં 0.05 ટકા સુધી ઘટાડો કર્યો છે. હવે હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન લેવી સસ્તી થશે. ગ્રાહકોને ઘટેલા દરનો લાભ મળશે. એમસીએલઆર રેટ હવે 8.05 ટકાથી ઘટીને 8.0 ટકા થશે જે 10 નવેમ્બરથી અમલી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાથોસાથ બેંકે ટર્મ ડિપોઝીટ (TD) પર પણ વ્યાજ દર અંગે વિચારણા કરી છે. જેમાં 1 વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછી રિટેલ ટર્મ ડિપોઝીટ પર 15 બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો છે. સાથોસાથ ટીડીના વ્યાજમાં 75 બેઝીક પોઇન્ટ ઘટાડી 30 કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝ જાણવા, જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube