5 રાજ્યોના ચૂંટણીના પરિણામો પછી માર્કેટ સિંહ કે શિયાળ ? જાણવા કરો ક્લિક
આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની ચારે તરફ ચર્ચા છે
મુંબઈ : આજે શેરબજારમાં ભારે ઉથલપાછલ જોવા મળી છે. આજે પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામ લાઇવ જાહેર થઈ રહ્યા છે. આ સિવાય ભારતીય શેર બજાર પર પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કેંદ્રમાં સત્તારૂઢ ભાજપની હારની સંભાવનાઓ વચ્ચે કેન્દ્રીય રિઝર્વ બેંકના ગર્વનર ઉર્જિત પટેલે તાત્કાલિક અસરથી આપેલા રાજીનામાના કારણે શેરબજારને ભારે આંચકો લાગ્યો છે. આમ માર્કેટ સિંહની જેમ ગાજે છે કે શિયાળની જેમ બેસી જાય છે એ શરૂઆતના ટ્રેન્ડ પર આધારિત છે.
આખા દિવસના બિઝનેસ પછી BSE Sensex 190.29 પોઇન્ટના વધારા સાથે 35,150.01 પોઇન્ટ પર બંધ થયો. આ સિવાય NSE Nifty 60.70 પોઇન્ટની તેજી સાથે 10,549.15 પોઇન્ટ પર બંધ થયો.
9.32 am: સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઘટાડો
9.29 am: બીજેપીના પાછળ હોવાના કારણે સેન્સેક્સમાં 470 પોઇન્ટનો ઘટાડો થતા પહોંચ્યો 34,487 પર.
9.25 am: સેન્સેક્સમાં ધબડકો અને 400 પોઇન્ટનો ઘટાડો, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બીજેપી પાછળ
9.08 am : એક્સપર્ટના દાવા પ્રમાણે ચૂંટણીના પરિણામની બહુ અસર નહીં પડે માર્કેટ પર
9.07 am: 34,603.72 પર ખુલ્યો સેન્સેક્સ
8.50 am: પાંચ રાજ્યોમાં મતગણતરી ચાલુ, શરૂઆતના ટ્રેન્ડમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ગળાકાપ સ્પર્ધા
8.25 am:આજે શેરબજારમાં ભારે ઉથલપાછલ જોવા મળી છે. આજે પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામ લાઇવ જાહેર થઈ રહ્યા છે. આ સિવાય ભારતીય શેર બજાર પર પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કેંદ્રમાં સત્તારૂઢ ભાજપની હારની સંભાવનાઓ વચ્ચે કેન્દ્રીય રિઝર્વ બેંકના ગર્વનર ઉર્જિત પટેલે તાત્કાલિક અસરથી આપેલા રાજીનામાના કારણે શેરબજારને ભારે આંચકો લાગ્યો છે.
8.20 am: પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલુ