Stock Market Opening: શેરબજારમાં આજે પણ તેજીનો માહોલ, આ શેર રોકાણકારોને કરી રહ્યા છે માલામાલ
વૈશ્વિક બજારમાંથી મળતા પોઝિટિવ સંકેતના પગલે આજે ભારતીય બજારો પણ વધારા સાથે ખુલ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 81.70 પોઈન્ટના વધારા સાથે 57651.95 પર ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 29.70 પોઈન્ટના વધારા સાથે 17188ના સ્તર પર ખુલ્યો.
Market Opening: વૈશ્વિક બજારમાંથી મળતા પોઝિટિવ સંકેતના પગલે આજે ભારતીય બજારો પણ વધારા સાથે ખુલ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 81.70 પોઈન્ટના વધારા સાથે 57651.95 પર ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 29.70 પોઈન્ટના વધારા સાથે 17188ના સ્તર પર ખુલ્યો.
ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં એમએન્ડએમ, સિપ્લા, મારુતિ સુઝૂકી, પાવર ગ્રિડ કોર્પ, હિન્દાલ્કોના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં એમએન્ડએમ, મારુતિ સુઝૂકી, પાવર ગ્રિડ કોર્પોરેશન, રિલાયન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર જોવા મળ્યા.
ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં સન ફાર્મા, બ્રિટાનિયા, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લાઈફ, એચયુએલના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેંક, ઈન્ફોસિસ, ટાટા મહિન્દ્રા, ટીસીએસના શેર રહ્યા.
આ અઠવાડિયે શેરબજારોની દિશા આર્થિક આંકડા, કંપનીઓના ત્રિમાસિક પરિણામ, નીતિગત વ્યાજ દરો પર રિઝર્વ બેંકના નિર્ણય અને વિદેશી કોષોના વલણ નક્કી કરશે. વિશ્લેષકોએ આ મત વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે વૈશ્વિક બજારોના વલણ, રૂપિયાના ઉતાર-ચડાવ અને ક્રૂડ ઓઈલના દાવ પણ બજાર ધારણાને પ્રભાવિત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube