Stcok Market Opening: લીલા નિશાન સાથે ખુલ્યા બજાર, પણ થોડી જ પળોમાં સેન્સેક્સમાં થયો મોટો કડાકો
Stock Market Update: શેર બજારમાં આજે પણ તેજીનો માહોલ છે. ભારતીય શેર બજારો લીલા નિશાન સાથે ખુલ્યા. સવારે 9.16 વાગે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 10.92 પોઈન્ટના વધારા સાથે 58863.99 ના સ્તરે અને નિફ્ટી 7.90 પોઈન્ટની તેજી સાથે 17533ના સ્તરે ખુલ્યા.

થોડી પળોમાં થયો કડાકો
બજાર સામાન્ય તેજી સાથે ખુલ્યા પરંતુ ત્યારબાદ સેન્સેક્સ અને નિફ્ટી લીલામાંથી લાલ નિશાનમાં જતા રહ્યા. હાલ 9.50 વાગે સેન્સેક્સ 117.26ના ઘટાડા સાથે 58735.81ના સ્તરે છે. જ્યારે નિફ્ટી 36.90ના ઘટાડા સાથે 17488.20ના સ્તરે છે.
ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં નેસ્લે, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ, હીરો મોટોકોર્પ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સના શેર જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં આઈસીઆઈસીઆઈ બેંક, નેસ્લે, સન ફાર્મા, પાવર ગ્રિડ કોર્પ, ભારતી એરટેલના શેર જોવા મળી રહ્યા છે.
ટોપ લૂઝર્સ
જે શેરમાં કડાકો જોવા મળી રહ્યો છે તેમાં નિફ્ટીમાં એનટીપીસી, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, અદાણી પોર્ટ, જેએસડબલ્યુ સ્ટીલના શેર છે જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં એનટીપીસી, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, વિપ્રોના શેર જોવા મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube