5 દિવસથી રોકાણકારોને માલામાલ કરી રહ્યો છે આ 1 રૂપિયાવાળો શેર, ખરીદવા માટે પડાપડી!
આજે આ શેરમાં 5 ટકા સુધીનો ઉછાળો છે. છેલ્લા પાંચ કારોબારી દિવસમાં તેમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. આ દરમિયાન આ શેર 23 ટકા સુધી ચડી ગયા. સ્મોલ કેપ કંપની 1981માં સ્થાપિત થઈ હતી અને ગ્લાસ સેક્ટરમાં કામ કરે છે.
આ વર્ષે શેરબજારમાં પેની સ્ટોકનું જબરદસ્ત રિટર્ન જોવા મળ્યું છે. તેમાંથી એક છે જય માતા ગ્લાસના શેર. આ કંપનાના શેર આ વર્ષે YTD માં 63 ટકા સુધી ઉછળ્યા. હાલ કિંમત 1.87 રૂપિયા છે. આજે આ શેરમાં 5 ટકા સુધીનો ઉછાળો છે. છેલ્લા પાંચ કારોબારી દિવસમાં તેમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. આ દરમિયાન આ શેર 23 ટકા સુધી ચડી ગયા. સ્મોલ કેપ કંપની 1981માં સ્થાપિત થઈ હતી અને ગ્લાસ સેક્ટરમાં કામ કરે છે.
કેવું છે કંપનીનું પરફોર્મન્સ
પ્રમુખ ગ્લાસ નિર્માણ કરનારી કંપની જય માતા ગ્લાસે હાલમાં જ નાણાકીય વર્ષ 24ના બીજા ત્રિમાસિક માટે પોતાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. કંપનીએ ગત વર્ષની સરખામણીમાં રેવન્યુ અને નફા બંનેમાં મોટો ઘટાડો જોયો. વાર્ષિક આધાર પર ટોપલાઈનમાં 22.71 ટકાનો ઘટાડો થયો. જે કંપની માટે પડકારભર્યા બજાર માહોલનો સંકેત છે. આ ઉપરાંત લાભ ઉપર પણ અસર પડી અને તેમાં વર્ષ દર વર્ષ 74.54 ટકાનો ઘટાડો નોંધાયો. જય માતા ગ્લાસની માર્કેટ કેપ 18.70 કરોડ રૂપિયા છે. કંપનાના શેર 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર 4.65 અને 52 સપ્તાહના નીચલા સ્તર 1 રૂપિયા પર પહોંચ્યા હતા. જે બજારમાં અસ્થિરતા અને કંપનીના પ્રદર્શનને દર્શાવે છે.
પેની સ્ટોક પર દાવ લગાવવો કેટલો યોગ્ય?
તમને જણાવી દઈએ કે પેની સ્ટોક જોખમવાળા હોય છે. તેમાં નફાની ગેરંટી હોતી નથી. આ પ્રકારના શેરમાં ભારે ઉતાર ચડાવ હોય છે. આ સ્ટોક પ્રોફિટ આપે ત્યારે રોકાણકારો અચંબિત થઈ જાય છે. માર્કેટ એક્સપર્ટના જણાવ્યાં મુજબ તમે કવોલિટી કંપનીના શેર અને તેમની નાણાકીય સ્થિતિ ચેક કરીને તેના પર દાવ લગાવી શકો છો. અત્રે જણાવવાનું કે પેની સ્ટોક એને કહે જેમના ભાવ ખુબ ઓછા હોય છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)