Stock Market Update: લાલ નિશાન સાથે ખુલ્યા બાદ શેર બજારમાં તેજી, સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઉછાળો
ગ્લોબલ માર્કેટમાંથી મળેલા મિક્સ સંકેત બાદ ઘરેલુ શેરબજારમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા. સત્રની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ 52,897.16 પર ખુલ્યો અને બીજી બાજુ 50 અંકવાળો નિફ્ટી 15,774.50 અંક પર ખુલ્યો. પ્રી ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 12 શેર લાલ નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા.
Stock Market Updates: ગ્લોબલ માર્કેટમાંથી મળેલા મિક્સ સંકેત બાદ ઘરેલુ શેરબજારમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા. સત્રની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ 52,897.16 પર ખુલ્યો અને બીજી બાજુ 50 અંકવાળો નિફ્ટી 15,774.50 અંક પર ખુલ્યો. પ્રી ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 12 શેર લાલ નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા.
જો કે થોડીવાર બાદ શેરબજારમાં હરિયાળી જોવા મળી. શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ 200 અંક ઉછળીને 53,278.19 પર પહોંચી ગયો. જ્યારે નિફ્ટી 68 અંકની તેજી સાથે 15,867.25 પર પહોંચ્યો.
ગ્લોબલ માર્કેટમાં મિક્સ વલણ
બીજી બાજુ ગ્લોબલ માર્કેટમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યા. બુધવારે ડાઉન જોન્સમાં 82 અંકની લીડ જોવા મળી અને તે 31,029.31 ના લેવલ પર બંધ થયો. જ્યારે S&P 500માં 0.07 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત નાસ્ડેક (Nasdaq)માં પણ નબળાઈ જોવા મળી. બજારમાં સતત વેચાવલીનું દબાણ રહ્યું.
બુધવારે શેર બજારના હાલ
આ અગાઉ બુધવારે શેરબજારમાં તેજીનો સિલસિલો થમી ગયો. કારોબારી સત્રના અંતમાં 30 અંકવાળો સેન્સેક્સ 150 અંકથી વધુ ગગડીને 53,026.97 અંક પર આવી ગયો. કારોબાર દરમિયાન એક સમયે 564.77 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 51.10 અંક ના ઘટાડા સાથે 15,799.10 અંક પર બંધ થયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube