Stock Market Update: અનેક ઉતાર ચઢાવ વચ્ચે આજે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 250 અંક ચડ્યો
Stock Market Updates: વૈશ્વિક બજારમાં ઉતાર ચઢાવ વચ્ચે બુધવારે ઘરેલુ શેર બજાર તેજી સાથે ખુલ્યું. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે ખુલ્યા.
Stock Market Updates: વૈશ્વિક બજારમાં ઉતાર ચઢાવ વચ્ચે બુધવારે ઘરેલુ શેર બજાર તેજી સાથે ખુલ્યું. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે ખુલ્યા. બુધવારે સવારે 30 અંકવાળો સેન્સેક્સ 36.35 અંક ચડીને 53,170.70ના સ્તર પર ખુલ્યો. જ્યારે 50 અંકવાળો નિફ્ટી 15,818.20 પર ખુલ્યો. જો કે કારોબારી સત્રની શરૂઆતની થોડીવાર બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી. સેન્સેક્સમાં લગભગ 300 અંક ચડીને 53,425.88 પર વેપાર થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 15,868.45 પર જોવા મળ્યો. પ્રી ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 20 શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા.
બીજી બાજુ અમેરિકી બજારના ડાઉ જોન્સ 130 અંક ગગડીને બંધ થયું. નાસ્ડેકમાં 1.75 ટકાની તેજી જોવા મળી અને નીચલા સ્તરે સુધરીને 4 ટકાની રિકવરી સાથે બંધ થયો. મંદીની ચિંતા વચ્ચે અમેરિકામાં ભારે ઉતાર ચડાવ જોવા મળ્યો છે. બોન્ડ યીલ્ડ તૂટવાથી આઈટી સ્ટોક્સમાં તેજી આવી. યુરોપીયન બજારમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
મંગળવારે આવા હતા હાલ
આ અગાઉ મંગળવારે ભારતીય શેર બજાર 100 અંક કરતા વધુ તૂટ્યો. મંગળવારે કારોબારી સત્રના અંતમાં સેન્સેક્સ 100.42 ટકા તૂટીને 53,134.35 અંક પર બંધ થયો. કારોબાર દરમિયાન એક સમયે તે 631.16 પોઈન્ટ સુધી ચડી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી પણ કારોબારના અંતે 24.50 અંકના ઘટાડા સાથે 15,810.85 અંક પર બંધ થયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube