Stock Market Today: શુક્રવારે તેજી સાથે ખૂલ્યુ શેરબજાર, હવે વિકેન્ડમાં રોકાણકારોને શાંતિથી ઊંઘ આવશે
Stock Market Update: ગ્લોબલ માર્કેટમાંથી મળેલી મજબૂતીના આધારા પર સપ્તાહના આખરી દિવસે શેરબજારમાં તેજી જોવા મળી છે. શેરબજારની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનની સાથે ખૂલ્યા છે. શુક્રવારે સવારે 30 અંકવાળો સેન્સેક્સ 395.97 અંક મજબૂત થીને 54,574.43 લેવલ પર ખૂલ્યુ છે
Stock Market Updates: ગ્લોબલ માર્કેટથી મળેલી મજબૂતીના દમ પર સપ્તાહના આખરી કારોબારી દિવસે ઘરેલુ શેર બજારમાં તેજી જોવા મળી છે. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે ખૂલ્યાં છે. શુક્રવારે સવારે 30 અંકવાળો સેન્સેક્સ 395.97 પોઈન્ટ મજબૂત થઈને 54,574.43 સ્તર પર ખૂલ્યું. તો 50 અંકનુ નિફ્ટી વધીને 16,273.65 પર ખૂલ્યું.
નિફ્ટીના ટોપ ગેઈનર્સ અને લૂઝર્સ
ઘરેલુ બજારમાં ગત બે દિવસોથી દેખાઈ રહેલી તેજીની અસર શુક્રવારે જોવા મળી છે. પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30 માંથી 25 શેર લીલા નિશાનની સાથે કારોબાર કરતા જોવા મળ્યાં. નિફ્ટીના ટોપ ગેઈનર્સમાં સવારના સમયે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એલ એન્ડ ટી, કોલ ઈન્ડિયા, આઈશર મોટર્સ અને ઈન્ફોસિસ રહ્યાં છે. તો ટોપ લૂઝર્સમાં એશિયન પેઈન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ અને હિંડાલ્કો રહ્યાં છે.
આ પણ વાંચો : ગીર સોમનાથમાં જળપ્રલય જેવી સ્થિતિ, લોકોની નજર સામે પુલ તૂટ્યો
ગ્લોબલ માર્કેટની સ્થિતિ
બીજી તરફ ગ્લોબલ માર્કેટમાં પણ મજબૂતી જોવા મળી છે. ડાઓ જોન્સ પર 350 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. નૈસ્ડેઝમાં 2.25 ટકાની તેજી જોવા મળી છે. 10 વર્ષની બોન્ડ યીલ્ડ 3 ટકાની પાસે પહોંચી ગઈ છે. એનર્જી શેરોમાં સૌથી સારો રિસ્પોન્સ જોવા મળ્યો છે. યુરોપિયન માર્કેટ પણ 2 ટકા તેજીની સાથે બંધ થયું.
ગુરુવારે શેર માર્કેટની સ્થિતિ
આ પહેલા ગુરુવારે સાંજના સમયે ભારતીય માર્કેટમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી છે. વેપારી સત્રના અંતમાં 30 શેર પર આધારિત બીએસઈ સેન્સેક્સ 427.49 અંકના વધારાની સાથે 54,178.46 પર બંધ થયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી 143.10 અંક મજબૂત થઈને 16,132.90 અંક પર બંધ થયો. સેન્સેક્સના શેરોમાં ટાઈટન સૌથી વધુ 5.69 ટકા ચઢ્યું.