Stock Market Today: શેર માર્કેટને આજે મિશ્ર ગ્લોબલ સંકેતો સાથે એડજસ્ટ થવું પડી રહ્યું છે અને તેની અસર પણ સ્થાનિક શેર માર્કેટ પર થઈ રહી છે. આજે સ્ટોક માર્કેટમાં લાલ નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડાના રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવું રહ્યું શરૂઆત સાથે બજાર
આજે સેન્સેક્સની શરૂઆત 221 પોઈન્ટના ઘટાડા સાથે 58,743 ના લેવલ પર થઈ છે અને નિફ્ટીની શરૂઆત 90 પોઇન્ટના ઘટાડા સાથે 17,584 પર થઈ છે. આઇટી અને બેંકિંગ શેરમાં નબળાઈ સાથે કારોબાર થઈ રહ્યો છે.


નિફ્ટીની કેવી છે સ્થિતિ
આજના કારોબારમાં નિફ્ટીના 50 માંથી માત્ર 6 શેરમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે અને 43 શેરમાં ઘટાડો નોંધાવામાં આવ્યો છે. બેંક નિફ્ટી 200 પોઈન્ટથી વધારે તૂટ્યો છે અને 37401 ના લેવલ પર જોવા મળી રહ્યો છે. ઇન્ફોસિસના પરિણામો પર હવે બજારની નજર છે અને ટીસીએસના પરિણામ બાદ આજે આઇટી શેરમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે.


સેક્ટોરિયલ ઇન્ડેક્સ
આજે નિફ્ટીના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટાડાના લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે અને સૌથી વધારે 1.70 ટકાનો ઘટાડા સાથે મેટલ શેર જોવા મળી રહ્યા છે. ત્યારે પીએસયુ બેંકમાં 1.10 ટકાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. રિયલ્ટી શેરમાં પણ 0.72 ટકા તૂટ્યો છે.


આજના વધતા અને ઘટતા શેર
આજના વધતા શેરની વાત કરીએ તો મારૂતિ 1.24 ટકા ઉપર છે અને એચસીએલ ટેક 0.53 ટકા વધ્યો ચે. ટીસીએસમાં 0.43 ટકાનો વધારો નોંધાવમાં આવી રહ્યો છે અને આ ઉપરાંત અદાણી પોર્ટ્સ 0.10 ટકાની મજબૂતી પર છે. સિપ્લામાં 0.07 ટકાનો ઉછાળો છે.


આજના ટોપ લુઝર્સ
હિંડાલ્કો 3.06 ટકા અને કોલ ઇન્ડિયા 2.06 ટકા નીચે જોવા મળી રહ્યા છે. ટાટા મોટર્સમાં 1.91 ટકાનો ઘટાડો નોંધાયો છે. ટાટા સ્ટીલ 1.37 ટકા નીચે ઉતર્યો છે અને BPCL માં 1.26 ટકાની નબળાઈ સાથે કારોબાર થઈ રહ્યો છે.


શેર બજારની પ્રી-ઓપનિંગમાં ચાલ
શેર બજારની ચાલ આજે પ્રી-ઓપનિંગમાં પણ સુસ્તી જોવા મળી હતી અને તેના લાલ નિશાનમાં કારોબાર થઈ રહ્યો છે. એનએસઇનો નિફ્ટી 17586 પર કારોબાર કરી રહ્યો છે અને તેમાં 90 પોઈન્ટ અથવા 0.51 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં પણ 400 પોઇન્ટથી વધારેનો ઘટાડો દેખાઈ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube