કડાકા સાથે શેર બજાર બંધ: સેન્સેક્સ 378 પોઈન્ટ અને નિફ્ટી 120 પોઈન્ટ તૂટ્યો
નબળા વૈશ્વિક વલણ અને વિદેશી તથા ઘરેલૂ રોકાણકારોની ભારે વેચાવલીના કારણે શેર બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના 31 શેરોના સંવેદી ઈન્ડેક્સ સેન્સેક્સ 377.81 પોઈન્ટ (1.05%) તૂટીને 35,513.71 પર બંધ થયું. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજના 50 શેરોના ઈન્ડેક્સ 120.25 પોઈન્ટ (1.11%) ની નબળાઇ સાથે 10,672.25 પર બંધ થયો.
મુંબઇ: નબળા વૈશ્વિક વલણ અને વિદેશી તથા ઘરેલૂ રોકાણકારોની ભારે વેચાવલીના કારણે શેર બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના 31 શેરોના સંવેદી ઈન્ડેક્સ સેન્સેક્સ 377.81 પોઈન્ટ (1.05%) તૂટીને 35,513.71 પર બંધ થયું. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજના 50 શેરોના ઈન્ડેક્સ 120.25 પોઈન્ટ (1.11%) ની નબળાઇ સાથે 10,672.25 પર બંધ થયો.
ગુરૂવારે શેર બજારમાં વેચાવલીનો આવો માહોલ ચાલી રહ્યો છે કે સેન્સેક્સના 31માંથી 26 જ્યારે નિફ્ટીના 50 માંથી 42 શેર લાલ નિશાન પર બંધ થયા. એટલું જ નહી, નિફ્ટીનો એક પણ ઈંડેક્સ લીલા નિશાન પર બંધ થઇ શક્યો નહી. જોકે સેન્સેક્સ પર જે શેરોમાં મોટા ઘટાડો નોંધાયો, તેમાં મહિંદ્વા એન્ડ મહિંદ્વા (3.04%), ઓએનજીસી (2.98%), વેદાંતા (2.64%), ટાટ સ્ટીલ (2.59%), લાર્સન એન્ડ ટર્બો (2.27%), એચડીએફસી (2.18%), એનટીપીસી (2.18%), એક્સિસ બેંક (1.77%) વગેરે સામેલ રહ્યા. તો બીજી તર નિફ્ટી પર આઇશર મોટર્સ (4.22%), હિંદુસ્તાન પેટ્રોલિયમ (3.47%), ઓએનજીસી (3.43%), ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ (3.36%), ઈંડિયન ઓઇલ (3.32%), અલ્ટ્રાટેક સિમેન્ટ (3.22%), મહિંદ્વા એન્ડ મહિંદ્વા (3.20%), ટેક મહિંદ્વા (2.68%), હિંડાલ્કો (2.61%) અને ટાટા સ્ટીલ (2.58%) સામેલ રહ્યા.
આ પહેલાં સવારે 9:15 વાગે શેર બજાર સામાન્ય તેજી સાથે ખુલ્યો. સેન્સેક્સ 42.98 પોઈન્ટ તથા નિફ્ટી 4.3 પોઈન્ટના ઘટાડા સાથે ક્રમશ: 35,934.50 અને 10,796.80 પોઈન્ટ પર ખુલ્યા. બુધવારે સેન્સેક્સ 363.05 પોઈન્ટ ઘટીને 35,891.52 પર બંધ થયો હતો. વેપારીઓએ કહ્યું કે આગામી સપ્તાહે આગામી કંપનીઓના ત્રિમાસિક પરિણામો પહેલાં બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. આ ઉપરાંત વિદેશી રોકાણકારો સાથે-સાથે ઘરેલૂ રોકાણકારોની સાથે-સાથે ઘરેલૂ રોકાણકારોની ભારે વેચાવલીથી સ્થાનિક બજારમાં દબાણ રહ્યું.