તેજી સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સમાં 150 અને નિફ્ટીમાં 53 પોઈન્ટનો ઉછાળો
કારોબારી સત્રના ચોથા દિવસે ગુરૂવારે પણ શેર બજાર તેજી સાથે બંધ થયું હતું. બેકિંગ તથા ટેક્નોલોજી કંપનીઓમાં તેજીના લીધે બીએસઇનો 31 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ +150.57 અથવા +0.42 ટકાના ઉછાળા સાથે 35,929.64પર બંધ થયો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી 53.95 પોઈન્ટ એટલે કે 0.50 ટકાના ઉછાળા સાથે 10,791.55બંધ થયો હતો.
મુંબઇ: કારોબારી સત્રના ચોથા દિવસે ગુરૂવારે પણ શેર બજાર તેજી સાથે બંધ થયું હતું. બેકિંગ તથા ટેક્નોલોજી કંપનીઓમાં તેજીના લીધે બીએસઇનો 31 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ +150.57 અથવા +0.42 ટકાના ઉછાળા સાથે 35,929.64પર બંધ થયો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી 53.95 પોઈન્ટ એટલે કે 0.50 ટકાના ઉછાળા સાથે 10,791.55બંધ થયો હતો.
કારોબારી સત્રના પાંચમા દિવસે ગુરૂવારે શેર બજારની સકારાત્મક શરૂઆત થઇ હતી. BSEની 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડક્સ +231.27 પોઈન્ટના વધારા સાથે 36,010.34 પર ખૂલ્યો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ NIFTY 59.255 પોઈન્ટના વધારા સાથે 10,796.85પર ખુલ્યો હતો.
શેરબજારની સકારાત્મક શરૂઆત, સેન્સેક્સમાં 231 પોઈન્ટનો વધારો
શરૂઆતી કારોબારમાં બીએસઇ પર 26 કંપનીઓમાં લેવાલી, તો પાંચ કંપનીઓમાં વેચવાલી જોવા મળી, તો બીજી તરફ એનએસઈ પર 41 કંપનીઓ ગ્રીન નિશાન પર રહી, તો નવ કંપનીઓ લાલ નિશાન પર રહી હતી. સવારે 9.21 સેન્સેક્સ 206 પોઈન્ટ એટલે કે 0.58 ટકાની તેજી સાથે 35,985.45 કારોબાર કરી રહ્યો હતો, તો બીજી તરફ નિફ્ટી 58.15 પોઈન્ટ એટલે કે 0.54 ટકાના ઉછાળા સાથે 10,797.75 પર કારોબાર કરી રહ્યો હતો.
બીએસઇ પર યસ બેંકના શેરોમાં 2.78 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 2.54 ટકા, ટાટા મોટર્સમાં 2.29 ટકા, ટાટા મોટર્સ ડીવીઆરમાં 2.06 ટકા અને મારૂતિના શેરોમાં 1.32 ટકા તેજી જોવા મળી. તો બીજી તરફ સન ફાર્માના શેરોમાં 2.56 ટકા, હીરો મોટોકોર્પમાં 0.79 ટકા, અદાણી પોર્ટ્સમાં 0.56 ટકા અને કોલ ઇન્ડીયાના શેરમાં 0.43 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
બુધવારે શેર બજારમાં બંપર બઢત સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજના 31 સંવેદી ઈન્ડેક્સ 629.06 પોઈન્ટ (1.79%)ની મોટા ઉછાળા સાથે 35,779.07 પર બંધ થયો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ 50 શેરોના સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 188.45 પોઈન્ટ (1.79%)ની તેજી સાથે 10,737.60 પર બંધ થયો.