Stock Market Updates: ભારતીય શેર બજારમાં આજે ઉથલપાથલવાળો દિવસ રહ્યો. આખો દિવસ  ટ્રેડિંગ બાદ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે બંધ થયા. આજે ટ્રેડિંગ બંધ થયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 497.73 પોઈન્ટના કડાકા સાથે 55268.49 પોઈન્ટ પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 163.30 પોઈન્ટના ઘટાડા સાથે 16467.80 પોઈન્ટ પર બંધ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ ગેઈનર્સ
આ પરિસ્થિતિમાં પણ સારું પરફોર્મ કરનારા શેરોની વાત કરીએ તો નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, જેએસડબલ્યુ સ્ટીલ, ગ્રાસિમ, ભારતી એરટેલ, પાવર ગ્રિડ  કોર્પોરેશનના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, પાવર ગ્રિડ કોર્પોરેશન, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, આઈટીસીના શેર રહ્યા. 


Gold Rate Today: આજે પણ ઘટ્યા સોના-ચાંદીના ભાવ...જોજો તક ચૂકતા નહીં, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ


ટોપ લૂઝર્સ
જે શેરોએ રોકાણકારોને રોવડાવ્યા તેમાં નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં ઈન્ફોસિસ, એચયુએલ, એક્સિસ બેંક, ડો.રેડ્ડીઝ લેબ, કોટક મહિન્દ્રા રહ્યા જ્યારે સેન્સેક્સમાં ઈન્ફોસિસ, એચયુએલ, એક્સિસ બેંક, ડો.રેડ્ડીઝ લેબ, કોટક મહિન્દ્રાના શેર જોવા મળ્યા. 


એલઆઈસીના શેરની સ્થિતિ
એલઆઈસીના શેરમાં આજે ફરી ઘટાડો જોવા મળ્યો. આજે એલઆઈસીના શેર 8.45 અંક એટલે કે 1.24 ટકાના ઘટાડા સાથે 675.50 પર ટ્રેડ કરી રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube