Stock Market Closed 1st July 2022: શેરબજારમાં ફરી ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી ફરી લાલ નિશાનમાં બંધ
સપ્તાહના છેલ્લાં દિવસે આજે ફરી માર્કેટ નુકસાની સાથે બંધ થયું. રોકાણકારોને પણ હાલની માર્કેટની સ્થિતિ જોઈને ચિંતા થવા માંડી.
નવી દિલ્લીઃ શેરબજારમાં સપ્તાહના પાંચમાં દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકઅંકો સાતે લાલ નિશાનમાં બંધ થયા છે. આજે ટ્રેડિંગના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 111.01 પોઈન્ટ્સ અથવા 0.21%ના ઘટાડા સાથે 52,907.93 પોઈન્ટ્સ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 13.65 પોઈન્ટ્સ અથવા 0.087% ઘટીને 15,766.60 પર બંધ થયો હતો.
વાણિજ્ય મંત્રાલયે પેટ્રોલિયમ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યુટીની જાહેરાત કર્યા પછી નિફ્ટી તેલ & ગેસ લગભગ ચાર ટકાના ઘટાડા સાથે સમાપ્ત થયો હતો. જો કે, અન્ય તમામ નિફ્ટી સેક્ટોરલ ઇન્ડેક્સે રિકવરી કરી લીલા એરા સાથે સ્થિતિમાં સેટલ થયા હતા. રિકવરીનું નેતૃત્વ FMCG, રિયલ્ટી અને ફાર્મા શેરોએ કર્યું હતું. FMCG પેકમાં અગ્રણી, ITC ચાર ટકાથી વધુ વધ્યો. બજાજ ટ્વિન્સ, સિપ્લા, બ્રિટાનિયા, એશિયન પેઇન્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર, ટીસીએસ અને ઇન્ડસઇન્ડ બેન્કમાં વધારો થયો હતો. ONGC 14% થી વધુ ઘટ્યો, ત્યારબાદ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લગભગ સાત ટકા ઘટ્યો, જેણે બજારને આગળ વધતા અટકાવ્યું. પાવર ગ્રીડ, બજાજ ઓટો, ભારતી એરટેલ, એનટીપીસી અને મારુતિ અત્યંત અસ્થિર બજારમાં ઘટ્યા હતા.
LIC શેર સ્થિતિ:
એલઆઈસીના શેરમાં 1 જુલાઈના રોજ ફરી વધારો જોવા મળ્યો છે. આજે LICના શેરમાં 3.60 એટલે કે 0.53%નો વધારો થયો છે અને તે 677.50 રૂપિયા પર પહોંચી ગયો છે.