Stock Market Closing: કડાકા સાથે બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, આ શેરના ભાવ સૌથી વધુ તૂટ્યા
Stock Market Closing: ગઈ કાલના કડાકામાંથી આજે ફરી તેજીના માહોલમાં ખુલેલા બજારની તેજી લાંબો સમય ટકી નહીં અને વળી પાછા સેન્સેક્સ અને નિફ્ટી તૂટીને બંધ થયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 412.96 પોઈન્ટના ઘટાડા સાથે 59934.01 ના સ્તરે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 126.40ના ઘટાડા સાથે 17877.40 ના સ્તરે બંધ થયો.

ટોપ ગેઈનર્સ
મંદીના માહોલમાં પણ કેટલાક શેરોમાં ખરીદી જોવા મળી. નિફ્ટી ટોપ ગેઈનર્સમાં મારુતિ સુઝૂકી, આઈશર મોટર્સ, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રિડ કોર્પ, એનટીપીસીના શેર જોવા મળ્યા. જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં મારુતિ સુઝૂકી, પાવર ગ્રિડ કોર્પ, એનટીપીસી, એચડીએફસી, ભારતી એરટેલના શેર જોવા મળ્યા.
ટોપ લૂઝર્સ
જે શેરમાં સૌથી વધુ વેચાવલી જોવા મળી તેમાં ટેક કંપનીના શેર સામેલ રહ્યા. નિફ્ટી ટોપ લૂઝર્સમાં હિન્દાલ્કો, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, સિપ્લા, હીરો મોટરકોર્પના શેર રહ્યા જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વના શેર જોવા મળ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube