Stock Market Closing: ભારતીય શેર બજાર માટે આજનો દિવસ ખુશાલીનો રહ્યો. આજે સવારે બજાર લીલા નિશાન સાથે ખુલ્યા અને આખો દિવસ ટ્રેડિંગ બાદ બજાર લીલા નિશાન  સાથે જ બંધ થયા. આજે ટ્રેડિંગ બંધ થયું ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક 379.43 પોઈન્ટ ઉછળીને 59842.21ના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 127.10 પોઈન્ટ વધીને 17825.30ના સ્તરે બંધ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં એચડીએફસી લાઈફ, અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ, બીપીસીએલ, મારુતિ સુઝૂકીના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં M&M, મારુતિ સુઝૂકી, એશિયન પેઈન્ટ્સ, એચયુએલ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર રહ્યા. 


ટોપ લૂઝર્સ
તેજીના માહોલમાં પણ એવા અનેક શેર જોવા મળ્યા જેમણે રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા. નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં ગ્રાસીમ, હિન્દાલ્કો, એસબીઆઈ, ભારતી એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં ભારતી એરટેલ, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, ટીસીએસ, એનટીપીસીના શેર જોવા મળ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube