Stock Market Closing: અમેરિકામાં રેકોર્ડ મોંઘવારી અને આર્થિક મંદીને પગલે વૈશ્વિક બજારમાં નબળાઈનો માહોલ છે. જેના કારણે ભારતીય શેરબજારોમાં પણ આજે હાહાકાર મચી ગયો છે. આખો દિવસ ટ્રેડિંગ બાદ સેન્સેક્સ અને નિફ્ટી મોટા પાયે વેચાવલીના પગલે કડાકા સાથે બંધ થયા છે. અમેરિકામાં આશા કરતા ખરાબ મોંઘવારીના આંકડા આવ્યા હતા જેના કારણે વોલ સ્ટ્રીટ 5 ટકાથી વધુ ગગડી ગયો હતો. હવે તેની અસર ભારત સહિત તમામ દેશના બજારો પર જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્કેટના હાલ
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક આંજે 1093.22 પોઈન્ટના મસમોટા કડાકા સાથે 58840.79 ના સ્તરે બંધ થયું. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 346.60 પોઈન્ટ તૂટીને 17530.80 ના સ્તરે બંધ થયો. 


ફક્ત બે કંપનીઓના સ્ટોકમાં આજે ખરીદી જોવા મળી
આજે બજારમાં લૂઝર્સ સ્ટોકની યાદી ખુબ લાંબી છે. આજે ફક્ત ઈન્ડસઈન્ડ બેંક અને એક્સિસ બેંકના શેરમાં તેજી રહી. આ ઉપરાંત 28 કંપનીઓના સ્ટોક્સમાં ભારે વેચાવલી જોવા મળી. 


ટોપ લૂઝર્સ
ટોપ લૂઝર્સમાં યુપીએલના શેર રહ્યા આ ઉપરાંત TATA Cons. Prod, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસિસ, હીરો મોટરકોર્પ, એમ&એમ, એચડીએફસીલાઈફ, ગ્રાસિમ, ટાટા મોટર્સ, વિપ્રો, ટીસીએસ, રિલાયન્સ, ડો.રેડ્ડી, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક, બજાજ ફિનસર્વ, એચડીએફસી, એસબીઆઈ, એચડીએફસી બેંક, ટાઈટન એલટી, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, એચયુએલ, ભારતી એરટેલ, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ, પાવર ગ્રિડ, એનટીપીસી, સન ફાર્મા અને કોટક મહિન્દ્રાના શેરમાં  ભારે નબળાઈ જોવા મળી. 


તમામ સેક્ટર્સમાં નબળાઈ
આજે તમામ સેક્ટર્સ ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટી બેંક, નિફ્ટી ઓટો, ફાઈનાન્શિયલ સર્વિસિસ, એફએમસીજી, આઈટી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેંક, પ્રાઈવેટ બેંક, રિયાલ્ટી, હેલ્થકેર, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ, અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં પણ ભારે વેચાવલી જોવા મળી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube