Stock Market Closing: વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા સંકેતો વચ્ચે ભારતીય બજારમાં આજે અઠવાડિયાના પહેલા દિવસે જબરદસ્ત તેજી જોવા મળી. બજાર લીલા નિશાન સાથે ખુલ્યા અને દિવસભર કારોબાર બાદ લીલા નિશાન સાથે બંધ થયા. આજે કારોબાર બંધ થયો ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 760.37 અંક એટલે કે  1.41%ની તેજી સાથે 54,521.15 અંક પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 230.85 અંક એટલે કે 1.44% ની તેજી સાથે 16,280.05 અંક પર બંધ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ ગેઈનર્સ
તેજીના માહોલમાં નેશનલ સ્ટોક એક્સચેન્જમા સૂચકઆંક નિફ્ટીમાં હિન્દાલ્કો, ઈન્ડસઈન્ડ બેંક, ઈન્ફોસેસ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સના શેર્સે ધમાલ મચાવી જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક સેન્સેક્સમાં ઈન્ડસઈન્ડ બેંક, ઈન્ફોસેસ, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંકના શેરે ધમાલ મચાવી દીધી. 


Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં આજે ફરી થયો વધારો, જાણો લેટેસ્ટ રેટ 


ટોપ લૂઝર્સ
આવા તેજીના માહોલમાં જે શેર્સના ભાવ ગગડ્યા તેમાં નિફ્ટીમાં બ્રિટાનિયા, ડો.રેડ્ડીઝ લેબ, એચડીએફસી બેંક, મારુતિ સુઝૂકી, નેસ્લેના શેર સામેલ છે જ્યારે સેન્સેક્સમાં ડો.રેડ્ડીઝ લેબ, એચડીએફસી બેંક, મારુતિ સુઝૂકી, એમએન્ડએમ, નેસલેના શેર ટોપ લૂઝર્સમાં સામેલ છે. 


એલઆઈસીના શેરની સ્થિતિ
એલઆઈસીના શેરમાં આજે ફરી ઘટાડો જોવા મળ્યો છે. આજે એલઆઈસીના શેર 12.65 અંક એટલે કે 1.79 ટકાના ઘટાડા સાથે 695.85 પર ટ્રેડ કરતા જોવા મળ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube