COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Stock Market Closing: ભારતીય શેર બજારમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી. બજાર સવારે લાલ નિશાન સાથે  ખુલ્યા અને આખો દિવસ ટ્રેડિંગ બાદ લાલ નિશાન સાથે જ બંધ થયા. આ દરમિયાન સેન્સેક્સમાં 300 અંકથી પણ વધુનો ઘટાડો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ આજે 337.06 તૂટીને 59,119.72 ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટી 88.55 પોઈન્ટના ઘટાડા સાથે 17,629.80ના સ્તરે બંધ થયો. 


ટોપ ગેઈનર્સ
નિફ્ટી ટોપ ગેઈનર્સમાં ટાઈટન કંપની, એચયુએલ, એશિયન પેઈન્ટ્સ, આઈશર મોટર્સ, મારુતિ સુઝૂકી વગેરેના શેર જોવા મળ્યા. જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં ટાઈટન કંપની, એચયુએલ, એશિયન પેઈન્ટ્સ, મારુતિ સુઝૂકી, આઈટીસીના શેર રહ્યા. 


ટોપ લૂઝર્સ
નિફ્ટી ટોપ લૂઝર્સમાં પાવર ગ્રિડ કોર્પ, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, કોઈલ ઈન્ડિયા, એચડીએફસીના શેર રહ્યા જ્યારે જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં પાવર ગ્રિડ  કોર્પ, એચડીએફસી, બેંક, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, એચડીએફસીના શેર જોવા મળ્યા. 


સવારે હતા આવા હાલ
ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દર વધવાની અસર અમેરિકી બજારની સાથે સાથે ભારતીય બજાર ઉપર પણ જોવા મળી. સવારે ટ્રેડિંગની શરૂઆતમાં બંને પ્રમુખ સૂચકઆંક સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે  ખુલ્યા. 30 શેરવાળો બીએસઈ સેન્સેક્સ સવારે 370.75 પોઈન્ટ તૂટીને 59086.03 ના સ્તરે ખુલ્યો. જ્યારે એનએસઈનો નિફ્ટી પણ 133.80 ગગડીને 17584.50 ના સ્તરે જોવા મળ્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube