Stock Market Closing: મોટા કડાકા સાથે બંધ થયું શેરબજાર, આ શેરે રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા
Stock Market Closing: ભારતીય શેરબજારોમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી. બંને પ્રમુખ સૂચકઆંક સેન્સેક્સ અને નિફ્ટી જોરદાર કડાકા સાથે બંધ થયા જેણે રોકાણકારોના હ્રદયના ધબકારા વધારી દીધા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 1020.80 પોઈન્ટ તૂટીને 58098.92 ના સ્તરે બંધ થયો.
Stock Market Closing: ભારતીય શેરબજારોમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી. બંને પ્રમુખ સૂચકઆંક સેન્સેક્સ અને નિફ્ટી જોરદાર કડાકા સાથે બંધ થયા જેણે રોકાણકારોના હ્રદયના ધબકારા વધારી દીધા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 1020.80 પોઈન્ટ તૂટીને 58098.92 ના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 302.50 પોઈન્ટ ઘટીને 17327.30ના સ્તરે બંધ થયો.
ટોપ ગેઈનર્સ
નિફ્ટી ટોપ ગેઈનર્સમાં ડિવિસ લેબ, સન ફાર્મા, ટાટા સ્ટીલ, સિપ્લા, આટીસીના શેર સામેલ છે જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં સન ફાર્મા, ટાટા સ્ટીલ, આઈટીસીના શેર જોવા મળ્યા.
ટોપ લૂઝર્સ
જેણે રોકાણકારોને સૌથી વધારે રોવડાવ્યા તે સ્ટોક પાવર ગ્રિડ કોર્પ રહ્યો. જેમાં 7.97 ટકાનો ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી ટોપ લૂઝર્સમાં પાવર ગ્રિડ કોર્પ, એપોલો હોસ્પિટલ, હિન્દાલ્કો, અદાણી પોર્ટ્સ, એસબીઆઈના શેર રહ્યા જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં પાવર ગ્રિડ કોર્પ, M&M, એસબીઆઈ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સના શેર જોવા મળ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube