Stock Market Closing: શેરબજારમાં હાહાકાર, આ શેરે રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા
ભારતીય શેર બજારમાં આજે હડકંપ મચી ગયો. સવારે બજાર લાલ નિશાન સાથે ખુલ્યા અને આખો દિવસ ટ્રેડિંગ બાદ લાલ નિશાન પર જ બંધ થયા.
Stock Market Closing: ભારતીય શેર બજારમાં આજે હડકંપ મચી ગયો. સવારે બજાર લાલ નિશાન સાથે ખુલ્યા અને આખો દિવસ ટ્રેડિંગ બાદ લાલ નિશાન પર જ બંધ થયા. આજે ટ્રેડિંગ બંધ થયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 306.01 અંકના ઘટાડા સાથે 55,766.22 અંક પર બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 108.85 અંકના ઘટાડા સાથે 16,610.60 અંક પર બંધ થયો.
ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, કોઈલ ઈન્ડિયા, એપોલો હોસ્પિટલ, હિન્દાલ્કોના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ટાટાસ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક, વિપ્રોના શેર રહ્યા.
ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં એમએન્ડએમ, રિલાયન્સ, મારુતિ સુઝૂકી, ઓએનજીસી, આઈશર મોટર્સના શેર રહ્યા. જ્યારે સેન્સેક્સમાં જે શેર ડાઉન રહ્યા તેમાં એમએન્ડએમ, રિલાયન્સ, મારુતિ સુઝૂકી, કોટક મહિન્દ્રા અને નેસલેના શેર જોવા મળ્યા.
એલઆઈસીના શેરની સ્થિતિ
એલઆઈસીના શેરમાં આજે ફરીથી ઘટાડો જોવા મળ્યો. આજે એલઆઈસીના શેર 5.45 અંક એટલે કે 0.79 ટકાના ઘટાડા સાથે 683.20 પર ટ્રેડ થતા જોવા મળ્યા.
Gold Rate Today: સોનું લેવા માટે 'સુવર્ણ તક' સતત ઘટી રહ્યા છે સોના-ચાંદીના ભાવ, જાણો લેટેસ્ટ રેટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube