Stock Market Closing: મજબૂતાઈ સાથે બંધ થયા બજાર, રોકાણકારોને હાશકારો, જાણો ટોપ ગેઈનર્સ
આજે સવારે તેજી સાથે ખુલેલા બજાર આખો દિવસ તેજીમાં રહ્યા બાદ હવે પોઝિટિવ નોટ સાથે બંધ થયા છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે બંધ થયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 59.15 પોઈન્ટના વધારા સાથે 58833.87ના સ્તરે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 36.40ના વધારા સાથે 17558.90 ના સ્તરે બંધ થયા છે.

ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં ગ્રાસિમ, એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ, ટાઈટન કંપની, અદાણી પોર્ટના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં એનટીપીસી, ટાઈટન કંપની, પાવર ગ્રિડ કોર્પોરેશન, કોટક મહિન્દ્રા, લાર્સનના શેર જોવા મળ્યા.
ટોપ લૂઝર્સ
ટોપ ફાઈવ લૂઝર્સમાં નિફ્ટીમાં આઈશર મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક, ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્સ, એચડીએફસીના શેર રહ્યા જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ, એચડીએફસી, ડો.રેડ્ડીઝ લેબ્સના શેર રહ્યા.
બજારના સવારે કેવા હતા હાલ
અમેરિકી બજારમાંથી મળેલી જબરદસ્ત તેજીના પરિણામો બાદ અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે આજે ભારતીય શેરબજારોમાં જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 445.29 પોઈન્ટના વધારા સાથે 59220.01ના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી 130.30 પોઈન્ટના વધારા સાથે 17652.80ના સ્તરે ખુલ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube