Stock Market Closing: સેન્સેક્સ-નિફ્ટી જોરદાર કડાકા સાથે બંધ થયા, આ શેરે રોકાણકારોને કર્યા પાયમાલ
Stock Market Closing: આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને સવારે લાલ નિશાન સાથે ખુલ્યા અને કડાકા સાથે જ બંધ થયા. સેન્સેક્સ આજે 953.70 અંક તૂટીને 57,145.22 ના સ્તરે બંધ થયો જ્યારે નિફ્ટી સૂચકઆંક 311.05 અંક ગગડીને 17,016.30 ના સ્તરે બંધ થયો.

ટોપ ગેઈનર્સ
ટોપ ગેઈનર્સમાં એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, ડિવિસ લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, ટીસીએસના શેર જોવા મળ્યા.
ટોપ લૂઝર્સ
ટોપ લૂઝર્સમાં ટાટા મોટર્સ, હિન્દાલ્કો, અદાણી પોર્ટ્સ, મારુતિ સુઝૂકી, આઈશર મોટર્સ, ટાટા સ્ટીલ, આઈટીસી, એક્સિસ બેંક, એનટીપીસીના શેર જોવા મળ્યા.
શું હતી સવારે સ્થિતિ?
વૈશ્વિક બજારના ખરાબ મૂડથી નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ભારતીય શેરબજારોમાં હાહાકાર મચ્યો. ટ્રેડિંગની શરૂઆતમાં જ બંને પ્રમુખ સૂચકઆંક કડાકા સાથે ખુલ્યા. 30 શેરવાળો બીએસઈ સેન્સેક્સ 573.89 પોઈન્ટ તૂટીને 57,525 ના સ્તરે ખુલ્યો જ્યારે 50 અંકવાળો એનએસઈ સૂચકઆંક નિફ્ટી પણ 172.30 પોઈન્ટ તૂટીને 17155 ના સ્તરે ખુલ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube