Stock Market Closing: 200 પોઈન્ટ ઉછળીને બંધ થયો સેન્સેક્સ, આ શેરોએ રોકાણકારોને કરાવ્યો હાશકારો
શેરબજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો. ગઈ કાલે ઉથલપાથલ બાદ આજે સવારે શેરબજાર તેજી સાથે ખૂલ્યા અને અત્યારે તેજી સાથે બંધ થયા. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 42.70 પોઈન્ટના વધારા સાથે 17388.20ના સ્તરે બંધ થયો. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 214.17 પોઈન્ટના વધારા સાથે 58350.53 ના સ્તરે બંધ થયો.

ટોપ ગેઈનર્સ
નિફ્ટી અને સેન્સેક્સ માં ટોપ ગેઈનર્સમાં ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ટાઈટન કંપની, ટીસીએસ, એશિયન પેઈન્ટ્સના શેર જોવા મળ્યા. જ્યારે સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ટીસીએસ, ટાઈટન કંપની અને આઈસીઆઈસીઆઈ, એશિયન પેઈન્ટ્સ, ભારતીય એરટેલના શેર જોવા મળ્યા.
ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં મારુતિ સુઝૂકી, સન ફાર્મા, કોટક મહિન્દ્રા, ટાટા મોટર્સ, કોઈલ ઈન્ડિયાના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં સન ફાર્મા, મારુતિ સુઝૂકી, આઈટીસી, કોટક મહિન્દ્રા અને ઈન્ડસઈન્ડ બેંકના શેર રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube