Stock Market Closing: ઉછાળા સાથે બંધ થયું બજાર, આ શેરોએ આપ્યું સારું રિટર્ન
ભારતીય શેર બજારમાં છેલ્લા બે દિવસ ખુબ ઉથલપાથલવાળા રહ્યા. આજે બજાર લીલા નિશાન સાથે ખુલ્યા પરંતુ આખો દિવસ ઉથલપાથલવાળો જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન ઉતાર ચડાવવાળી સ્થિતિ જોવા મળી.
ભારતીય શેર બજારમાં છેલ્લા બે દિવસ ખુબ ઉથલપાથલવાળા રહ્યા. આજે બજાર લીલા નિશાન સાથે ખુલ્યા પરંતુ આખો દિવસ ઉથલપાથલવાળો જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન ઉતાર ચડાવવાળી સ્થિતિ જોવા મળી. આ અગાઉ ગુરુવારે પણ એ જ માહોલ હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 89.13 પોઈન્ટના વધારા સાથે 58387.93 ના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 15.50ના ઘટાડા સાથે 17397.50 પોઈન્ટ પર બંધ થયો.
ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, યુપીએલ, ભારતી એરટેલના શેર રહ્યા જ્યારે સેન્સેક્સમાં અલ્ટ્રાટેકસિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, પાવર ગ્રિડ કોર્પ, ભારતી એરટેલ, એનટીપીસીના શેર જોવા મળ્યા.
ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં આઈશર મોટર્સ, બ્રિટાનિયા, હિન્દાલ્કો, M&M, રિલાયન્સના શેર રહ્યા જ્યારે સેન્સેક્સમાં M&M, રિલાયન્સ, મારુતિ સુઝૂકી, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વના શેર જોવા મળ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube