Stock Market Closing: બજાર આજે લાલ નિશાન સાથે બંધ થયા. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ થયા. આજે ટ્રેડિંગ બંધ થયું ત્યારે સેન્સેક્સ 48.99 પોઈન્ટના ઘટાડા સાથે 59196.99 ના સ્તરે બંધ થયો અને નિફ્ટી 10.20 પોઈન્ટના ઘટાડા સાથે 17655.60 ના સ્તરે બંધ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ ગેઈનર્સ
સેન્સેક્સના ટોપ 30 શેર્સના લિસ્ટમાં 10 સ્ટોક્સ લીલા નિશાન સાથે બંધ થયા. નિફ્ટી ટોપ ગેઈનર્સમાં એપોલો હોસ્પિટલ, ભારતી એરટેલ, એનટીપીસી, શ્રી સિમેન્ટ્સ, ટાટા સ્ટીલના શેર જોવા મળ્યા. જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં ભારતી એરટેલ, એનટીપીસી, ટાટા સ્ટીલ, રિલાયન્સ, પાવર ગ્રિડ કોર્પના શેર જોવા મળ્યા. 


ટોપ લૂઝર્સ
જે શેરમાં સૌથી વધુ ધબડકો જોવા મળ્યો તે બજાજ ફિનર્સવના શેર હતા. નિફ્ટી ટોપ લૂઝર્સમાં બજાજ ફિનસર્વ, TATA Cons. Prod, બ્રિટાનિયા, યુપીએલ, કોટક મહિન્દ્રાના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા, એચયુએલ, એમ&એમ, બજાજ ફાઈનાન્સના શેર જોવા મળ્યા. 


શું હતો સવારે માહોલ? 
વૈશ્વિક બજારમાંથી મળેલા સારા પરિણામોના પગલે મંગળવારે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યા. ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તેજી જોવા મળી.  બજાર ખુલતા જ 30 અંકવાળો સેન્સેક્સ 181.58 પોઈન્ટના વધારા સાથે 59427.56 ના સ્તરે જોવા મળ્યો જ્યારે નિફ્ટી 57 પોઈન્ટની તેજી સાથે 17722.80 ના સ્તરે જોવા મળ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube