મુંબઈઃ Stock Market Closing On 24th November 2022: બેન્કિંગ, આઈટી અને એફએમસીજી સ્ટોક્સમાં શાનદાર ખરીદીની મદદથી બીએસઈ  સેન્સેક્સ ઐતિહાસિક રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. ભારતીય શેર બજારના ઈતિહાસમાં પ્રથમવાર સેન્સેક્સ 62000ના આંકડાને પાર કરી ગયો છે. તો આજના સત્રમાં બેન્કિંગ સ્ટોક્સમાં શાનદાર તેજીને કારણે બેન્ક નિફ્ટી પણ ઐતિહાસિક રેકોર્ડ હાઈ પર જઈને બંધ થઈ છે. ગુરૂવારનો કારોબાર ખતમ થવા પર મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 762 પોઈન્ટની તેજીની સાથે 62272 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 216 પોઈન્ટના વધારા સાથે 18484 પર બંધ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેક્ટરની સ્થિતિ
શેર બજારમાં બેન્કિંગ, આઈટી, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, ઇન્ફ્રા જેવા દરેક સેક્ટરના શેરમાં શાનદાર તેજી જોવા મળી હતી. પરંતુ બેન્ક નિફ્ટી રેકોર્ડ હાઈ પર પહોંચી છે. બેન્ક નિફ્ટી પ્રથમવાર 43000ની પાર પહોંચીને 43075 પર બંધ થઈ છે. તો આઈટી શેરમાં શાનદાર તેજીને કારણે નિફ્ટી આઈટી 773 પોઈન્ટના ઉછાળાની સાથે 30,178 પોઈન્ટ પર બંધ થઈ છે. 


માત્ર કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીના 50 શેરમાંથી 43 શેર તેજી સાથે બંધ થયા છે, જ્યારે માત્ર 7 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સેન્સેક્સના 30 શેરમાંથી 26 શેર તેજીની સાથે જ્યારે ચાર શેર લાલ નિશાન પર બંધ થયા છે. 


આ શેરમાં જોવા મળી તેજી
બજાર જ્યારે રેકોર્ડ હાઈ પર બંધ થયું તો તેવામાં જે શેરમાં તેજી જોવા મળી તેના પર નજર કરીએ તો ઇન્ફોસિસ 2.93%, HCL ટેક 2.59%, પાવર ગ્રીડ 2.56%, વિપ્રો 2.43%, ટેક મહિન્દ્રા 2.39%, TCS 2.05%, HDFC 1.99%, HUL 1.69%, HDFC બેંક 1.68%, સન ફાર્મા 1.58% ની તેજી સાથે બંધ થયા છે. 


આ શેરમાં થયો ઘટાડો
સેન્સેક્સના 30 શેરમાંથી માત્ર જે ચાર શેરમાં ઘટાડો થયો તેમાં ટાટા સ્ટીલ 0.14 ટકા, બજાજ ફિનસર્વ 0.11 ટકા, બજાજ ફાયનાન્સ 0.10 ટકા, કોટક મહિન્દ્રા 0.09 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube