કોરોનાના ભણકારાની અસર? શેર બજારમાં જબરદસ્ત કડાકો, રોકાણકારો રાતા પાણીએ રડ્યા!
Stock Market Closing: સ્ટોક માર્કેટ સવારે લીલા નિશાન સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ લગભગ 290 અંકોની તેજી સાથે 61992 ના સ્તરે જ્યારે નિફ્ટી 50 અંકોની તેજી સાથે 18435ના સ્તરે ખુલ્યો હતો. પણ જેમ જેમ દુનિયામાં કોરોનાના વધતા કેસની અસર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પડી કે શેર બજાર ગગડવાનું શરૂ થઈ ગયું.
Stock Market Closing: દુનિયાભરમાં કોરોનાના કેસમાં એકાએક આવેલા ઉછાળાની અસર ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળી. અઠવાડિયાના ત્રીજા કોરોબારી દિવસે શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યું પરંતુ આ હરિયાળી લાંબો સમય ટકી નહીં. જેમ જેમ ચીન સહિત અન્ય દેશોમાં કોવિડના બેકાબૂ થવાના સમાચાર વહેતા થયા કે ઘટાડો જોવા મળ્યો. બંને સૂચકઆંક સેન્સેક્સ અને નિફ્ટી ગગડીને બંધ થયા.
સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો
સ્ટોક માર્કેટ સવારે લીલા નિશાન સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ લગભગ 290 અંકોની તેજી સાથે 61992 ના સ્તરે જ્યારે નિફ્ટી 50 અંકોની તેજી સાથે 18435ના સ્તરે ખુલ્યો હતો. પણ જેમ જેમ દુનિયામાં કોરોનાના વધતા કેસની અસર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પડી કે શેર બજાર ગગડવાનું શરૂ થઈ ગયું. છેલ્લે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 635.05 પોઈન્ટ ગગડીને 61067.24 પોઈન્ટના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 186.20 પોઈન્ટ તૂટીને 18199.10 પોઈન્ટ પર બંધ થયો.
રોકાણકારોના 4 લાખ કરોડથી વધુ સ્વાહા
સ્ટોક માર્કેટમાં થયેલા મોટા કડાકાના પગલે રોકાણકારોના લગભગ ચાર લાખ કરોડ રૂપિયાથી વધુ સ્વાહા થઈ ગયા. ગત કારોબારી સત્ર મંગળવારે જ્યારે શેરબજાર બંધ થયું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપેટલાઈઝેશન (MCap) 2,87,39,958.09 કરોડ રૂપિયા હતી. જે બુધવારે કારોબારના અંતમાં 2,82,86,161.92 કરોડ રૂપિયા રહી ગઈ.
ટોપ લૂઝર્સ
જે સ્ટોકના ભાવ સૌથી વધુ ગગડ્યા તેમાં નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ જ્યારે સેન્સેક્સમાં ઈન્ડસઈન્ડ બેંક, મારુતિ સુઝૂકી, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેંકના શેર જોવા મળ્યા.
ટોપ ગેઈનર્સ
આવી વિપરિત પરિસ્થિતિમાં પણ જે શેરના ભાવ ઊંચે જોવા મળ્યા તેમાં નિફ્ટીમાં દિવિસ લેબ્સ, એપોલો હોસ્પિટલ, સિપ્લા, સન ફાર્મા, એચસીએલ ટેક વગેરે જ્યારે સેન્સેક્સમાં સનફાર્મા, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, નેસલેના શેર જોવા મળ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube