Stock Market Updates: ભારતીય શેર બજારમાં સતત 4 સેશનથી વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારે બજાર લીલા નિશાન સાથે ખુલ્યા અને આખો દિવસ ટ્રેડિંગ બાદ લીલા નિશાન સાથે બંધ થયા. અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે શેર બજાર લીલા નિશાન સાથે બંધ થયા. આજે બજાર બંધ થયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 371.69 પોઈન્ટ એટલે કે 0.67 ટકાની તેજી સાથે 56,053.64 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 105.60 અંક એટલે કે 0.64 ટકાની તેજી સાથે 16,710.85 અંક પર બંધ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ધૂમ મચાવી ચૂકેલા ટોપ ગેઈનર્સમાં અલ્ટ્રા ટેકસિમેન્ટ, ગ્રાસિમ, યુપીએલ, એચડીએફસી, એચડીએફસી બેંકના શેર્સ સામેલ રહ્યા. જ્યારે સેન્સેક્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકના શેર્સ ધૂમ મચાવતા જોવા મળ્યા. 


ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં ટાટા કોન્સ.પ્રોડ, ઈન્ફોસિસ, એનટીપીસી, પાવર ગ્રિડ કોર્પો, જેએસડબલ્યુ સ્ટીલ અને સેન્સેક્સમાં ઈન્ફોસિસ, એનટીપીસી, પાવર ગ્રિડ કોર્પો, વિપ્રો, ઈન્ડસઈન્ડ બેંકના શેર જોવા મળ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube