Stock Market Update: ફેડરલ રિઝર્વ તરફથી નીતિગત દરમાં વૃદ્ધિની આશંકા અને અમેરિકી બજારમાં ઘટાડાના વચ્ચે આજે પણ ભારતીય શેર બજારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા. શરૂઆતમાં સેન્સેક્સમાં 10 પોઈન્ટના ઘટાડા સાથે  55,258 પોઈન્ટ પર ટ્રેડિંગની શરૂઆત થઈ જ્યારે નિફ્ટીમાં પણ મામૂલી ઘટાડા સાથે 16,475.35 પોઈન્ટ પર ટ્રેડિંગની શરૂઆત થઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈશ્વિક બજારના હાલ
બીજી બાજુ ફેડ પોલીસી પહેલા બજારમાંથી મિક્સ સંકેત મળી રહ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા બજારમાં હલચલ છે. જેના કારણે અમેરિકી બજારોમાં વેચાવલી જોવા મળી. મંગળવારે ડાઉ જોન્સ અને નાસ્ડેક લગભગ 220 પોઈન્ટ તૂટીને બંધ થયા. વૈશ્વિક બજારના સંકેતોથી SGX Nifty સપાટ છે. જ્યારે નિક્કેઈમાં પણ સુસ્ત કારોબાર જોવા મળ્યો છે. 


સવારે 9.35 વાગ્યાના સમયે બીએસઈનો સેન્સેક્સ 96.64 પોઈન્ટના ઘટાડા સાથે 55171.85 પોઈન્ટ પર જોવા મળ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 39.60 પોઈન્ટના ઘટાડા સાથે 16444.20 પર જોવા મળ્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube