Market Closing: શેરબજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન પર બંધ
ટ્રેડિંગના છેલ્લા સત્રમાં બજાર વધારા સાથે બંધ થયું હતું. નિફ્ટી 18.15 પોઈન્ટના વધારા સાથે 15,850.20 પર બંધ રહ્યો હતો. જ્યારે, સેન્સેક્સ 16.17 પોઇન્ટના વધારા સાથે 53,177.45 પર બંધ રહ્યો હતો. જોકે, બેન્ક નિફ્ટી 168.80 પોઈન્ટ ઘટીને 33,642.45ની સપાટીએ બંધ રહ્યો હતો.
Stock Market Closing: આજે મંગળવારે સ્થાનિક શેરબજારમાં ઉતાર-ચઢાવનો દિવસ રહ્યો હતો. સવારે ઘટાડા સાથે ખૂલેલા બજારોમાં બપોરે રિકવરી જોવા મળી હતી. પરંતુ બપોર પછી કારોબારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી અને છેલ્લા સત્રમાં બજારે દિવસભરની ઉતાર ચઢાવ વચ્ચે રિકવર મેળવી લીધી હતી. સવારના સત્રમાં 15,700ની સપાટીએ પહોંચેલો નિફ્ટી છેલ્લે 15,800ની ઉપર આવ્યો હતો.
ટ્રેડિંગના છેલ્લા સત્રમાં બજાર વધારા સાથે બંધ થયું હતું. નિફ્ટી 18.15 પોઈન્ટના વધારા સાથે 15,850.20 પર બંધ રહ્યો હતો. જ્યારે, સેન્સેક્સ 16.17 પોઇન્ટના વધારા સાથે 53,177.45 પર બંધ રહ્યો હતો. જોકે, બેન્ક નિફ્ટી 168.80 પોઈન્ટ ઘટીને 33,642.45ની સપાટીએ બંધ રહ્યો હતો.
ટોપ ગેનર અને લુઝર
ઓએનજીસી, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ, કોલ ઈન્ડિયા અને એચડીએફસી લાઈફ આજના કારોબારમાં નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા. બીજી તરફ ટાઈટન કંપની, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફિનસર્વ, ડિવિસ લેબ્સ અને અદાણી પોર્ટ્સ ટોપ લુઝર હતા. ઓટો, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં 1 થી 2 ટકાનો ઉછાળો રહ્યો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ ફ્લેટ બંધ થયા છે.
રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે
આજના કારોબારમાં રૂપિયાએ ફરી એક નવો રેકોર્ડ નીચો બનાવ્યો છે. આજે ઈન્ટ્રાડેમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો હતો. રૂપિયો નવેસરથી નીચી સપાટીએ જઈને રૂ.78.78 પર બંધ રહ્યો હતો. સોમવારે તે ડોલર સામે 78.34 પર હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube